Gujarat Schools Reopening: ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે. શરદી ખાંસી ધતાવતા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા વાલીઓને સ્કૂલો દ્વારા અપીલ કરવામાં આવી છે. શાળા શરૂ થતાંની સાથે આજે વિદ્યાર્થીઓ ને કોરોના ગાઈડલાઈન ને લઈ સમજણ આપવામાં આવી હતી. વેકેશનમાં રાજય બહાર કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસ કરી આવ્યા છે તેમની યાદી તૈયાર કરી તેમની તબિયત રિપોર્ટ જાણવામાં આવશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરીથી સ્કૂલોના કેમ્પસ-મેદાનો વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા હતા.

Continues below advertisement


હજુ સુધી 2022-23ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી


ધો.1થી12ની સ્કૂલોમાં 5મી મે બાદ ઉનાળુ વેકેશન શરૂ થયુ હતું. સ્કૂલોમાં બોર્ડના કેલેન્ડર મુજબ 35 દિવસનું વેકેશન અપાતુ હોય છે અને કોરોનાને લીધે સ્કૂલોમા વાર્ષિક પરીક્ષાઓ મોડી શરૂ કરાતા ઉનાળુ વેકેશન થોડું મોડું શરૂ થયું હતું. જેથી નવુ શૈક્ષણિક વર્ષ પણ એક સપ્તાહ જેટલુ મોડુ શરૂ થઈ રહ્યું છે. આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવુ શૈક્ષણિક વર્ષ 2022-23 વિધિવત રીતે શરૃ થયું છે.પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલો કે જે ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી છે તેમાં આજથી શિક્ષણકાર્ય શરૂ થશે. રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ આવતીકાલે સ્કૂલોમાં જશે. સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી 2022-23ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી.આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક  પેટર્ન-દિવસો અને કેલેન્ડર નક્કી કરશે.


કોરોના કેસ વધતાં વાલીઓ ચિંતિત


વેકેશનના છેલ્લો રવિવારે મોટા ગાર્ડન,પીકિનિક સ્પોર્ટસ સહિતના જાહેર સ્થળોએ પરિવારજનો બાળકો સાથે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત એ પણ છે કે રાજ્યમા ગરમીનુ પ્રમાણ ઘટયુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૃ થતા વાદળછાયા વાતાવરણ અને હવામાં ઠંડક સાથે ગરમી ઓછી થઈ છે.જો કે બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સ્કૂલો શરૂ થતા વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવામાં થોડો સંકોચ પણ અનુભવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI