ICAI CA Final Result 2024:  ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા એટલે કે ICAI એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એટલે કે CA નવેમ્બરની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. કુલ 11,500 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. ICAI એ પરિણામની સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડી છે. ICAI એ પહેલાથી જ વેબસાઈટ પર એક નોટિસ જાહેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પરિણામ 26 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 11 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં બેસનાર તમામ ઉમેદવારો ICAI icai.nic.in ની અધિકૃત વેબસાઈટ પર જઈને તેમનું પરિણામ અને મેરિટ લિસ્ટ જોઈ શકે છે.


સીએ ફાઇનલ પરિણામ ચકાસવા માટે ઉમેદવારોએ તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરવો પડશે. ICAIએ 3 નવેમ્બર, 5 નવેમ્બર અને 7 નવેમ્બરના રોજ ગ્રુપ 1 માટે અંતિમ અભ્યાસક્રમની પરીક્ષા આયોજિત કરી હતી, જ્યારે ગ્રુપ 2ની પરીક્ષા 9 નવેમ્બર, 11 નવેમ્બર અને 13 નવેમ્બરના રોજ લેવામાં આવી હતી.


ICAI CA Final Result 2024: પરિણામ કેવી રીતે તપાસવું?


સૌથી પહેલા ICAIની ઓફિશિયલ વેબસાઈટ icai.nic.in પર જાઓ.


પછી હોમ પેજ પર ઉપલબ્ધ ICAI CA ફાઇનલ રિઝલ્ટ 2024 લિંક પર ક્લિક કરો.


તે પછી એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોએ તેમની લોગિન વિગતો દાખલ કરવાની રહેશે.


પછી સબમિટ બટન પર ક્લિક કરો અને પછી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.


તમારું પરિણામ ચેક કરો અને પેજને ડાઉનલોડ કરી લો


ભવિષ્યની જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.


પરિણામ જોવા માટે અહી ક્લિક કરો


શિવમ ગયા સેશનમાં ટોપ પર રહ્યો હતો


છેલ્લા સેશનમાં દિલ્હીના શિવમ મિશ્રાએ ICAI CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું હતું. તેણે પરીક્ષામાં કુલ 83.33 ટકા માર્ક્સ મેળવ્યા હતા. દિલ્હીની વર્ષા અરોરા 80 ટકા માર્ક્સ સાથે બીજા ક્રમે જ્યારે કિરણ રાજેન્દ્ર સિંહ મનરલ અને મુંબઈના ગિલમેન સલીમ અંસારી 79.5 ટકા માર્ક્સ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.


CA મેની પરીક્ષામાં કેટલા ઉમેદવારો પાસ થયા?


આ વર્ષે મે મહિનામાં લેવાયેલી સીએની ફાઈનલ પરીક્ષામાં કુલ 74000થી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી 20 હજારથી વધુ ઉમેદવારો પાસ થયા હતા, જ્યારે બીજા ગ્રુપની પરીક્ષામાં 58 હજારથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી 21 હજારથી વધુ ઉમેદવારો પાસ થયા હતા. બંને ગ્રુપની એકસાથે પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા 35 હજારથી વધુ હતી અને તેમાંથી માત્ર 7 હજાર જેટલા ઉમેદવારો પાસ થયા હતા.


Education Loan Information:

Calculate Education Loan EMI