India vs South Africa 1st T20, Umran Malik: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)માં પોતાની ખતરનાક બૉલિંગ સ્પીડથી મોટા મોટા બેટ્સમેનોનો ડરાવી ચૂકેલા ઉમરામ મલિક માટે ફરી એકવાર મુશ્કેલી આવીને ઉભી થઇ ગઇ છે. રિપોર્ટ છે કે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં જમ્મુ એક્સપ્રેસ ઉમરામ મલિકને ડેબ્યૂ કરવાનો મોકો નહીં મળી શકે. આ વાતની સંકેત ખુદ કૉચ રાહુલ દ્રવિડે આપ્યા છે.
મુખ્ય કૉચ રાહુલ દ્રવિડે હંમેશા નિરંતરતા પર વિશ્વાસ કર્યો છે, અને તેને મંગળવારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સ્પીડસ્ટાર ઉમરામ મલિકને પોતાનો વારો આવવા માટે રાહ જોવી પડી શકે છે. રાહુલ દ્રવિડે ગુરુવારે સાઉથ આફ્રિકા સામે શરૂ થઇ રહેલી પાંચ મેચોની ટી20 સીરીઝ પહેલા આ વાત કહી હતી.
દ્રવિડેને જ્યારે ઉમરામ મલિક વિશે પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે અમારે જોવુ પડશે કે તેને રમવાનો કેટલો સમય આપી શકીએ છીએ. અમારી પાસે મોટી ટીમ છે, અને દરેક કોઇ પ્લેઇંગ ઇલેવનમાં ના હોઇ શકે. મને લાગે છે કે મને નિરંતરતા પસંદ છે અને હું લોકોને સમય આપવામાં વિશ્વાસ રાખુ છું. અર્શદીપે પણ જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે અને તે પણ સારો ખેલાડી છે.
દ્રવિડે કહ્યું કે અમારી પાસે હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને આવેશ ખાનના રૂપમાં થોડા અનુભવી ખેલાડીઓ પણ છે, જે ગઇ સીરીઝમાં રમ્યા હતા. યુવા ખેલાડીઓ પણ અમારી પાસે છે, અને આ એક સારી વાત છે.
આ પણ વાંચો.......
Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય
Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા
Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ