અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સિવાય આખું સંગઠનનું માળખું વિખેરી નાંખવાનો નિર્ણય લીધો છે. 


ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતનું માળખુ સમાપ્ત કર્યું છે. તાલુકા, નગરપાલિકા, જિલ્લાના તમામ માળખાઓ નવા બનાવાશે. આપના પ્રદેશ પ્રમુખ યથાવત રહેશે. અસક્ષમતાના કારણે માળખુ સમાપ્ત નથી કરાયું તેની પણ કરી સ્પષ્ટતા. પાર્ટીની ક્ષમતાને વધારવા માટે આ નિર્ણય લેવાશે.


મધ્યમ વર્ગને વધુ એક ફટકોઃ હવે રીક્ષા ભાડામાં કેટલા રૂપિયાનો કરાયો વધારો?


અમદાવાદઃ ગુજરાતમાં મધ્યમ વર્ગના લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રીક્ષા ચાલકોની માંગ સ્વીકારી છે. જેને પગલે હવે રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે. ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું છે. કે, રીક્ષા ચાલકોના યુનિયનો સાથે વાટાઘાટો પૂરી થઈ છે. એક કિ.મી.નું મિનિમમ ભાડું 18થી વધારીને 20 રૂપિયા કરાયું ચે. 10 જૂનથી નવા ભાવ વધારાનો અમલ થશે. મિનિમમ ભાડું વધારતા હવે રીક્ષામાં મુસાફરી કરતાં લોકોને વધુ ભાડું ચુકવવું પડશે. 


પહેલા 3 કિલો મીટરના 44 રૂપિયા થતા હતા. હવે તેમાં વધારો કરીને 50 રૂપિયા થઈ ગયા છે. સરકારે પહેલા કિ.મી. 18થી વધારીને 20 રૂપિયા કર્યા છે. એક કિ.મી. પછી 13 રૂપિયા હતા, જેમાં બે રૂપિયા વધારતાં 15 રૂપિયા કરાયા છે. આમ, તમે જો રીક્ષામાં 3 કિ.મી.ની મુસાફરી કરો છો, તો તમારે 6 રૂપિયા વધારે ચૂકવવા પડશે.


Surendranagar : 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યું 3 વર્ષીય બાળક, કલાકોની મહેનત પછી જવાનોએ બચાવ્યો જીવ


સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના દુદાપુર ગામે આવેલ 500 ફૂટના બોરમાં વાડીના મજૂરી કામ કરતા મજૂરનું અઢી વર્ષનું બાળક પડી ગયું હતું. ત્રણ વર્ષીય શિવમ રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. જેની જાણ થતા મામલતદાર ફાયરબ્રિગેડ આરોગ્યની ટીમ અને આર્મીના જવાનો દોડી ગયા હતા. બાળક બોરવેલમાં 30 ફૂટ પર સલવાયું હતું. સાડા ત્રણ કલાકની જહેમત બાદ ધ્રાંગધ્રા આર્મી જવાનો અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકના માતા પિતા સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.


આ અંગેની વિગતો એવી છે કે, મંગળવારે દુદાપુર ગામે બન્યો હતો. કાળુભાઈ રબારીના વાડીમાં વાડીના મજૂરનું અઢી વર્ષનું બાળક રાત્રે 8 વાગ્યે પડી ગયું હતું. જેની જાણ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. તપાસ કરતા બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેમજ બાળક 30 ફૂટે સલવાઈ ગયું હતું. બાળકને જીવીત રાખવા ઓક્સિજન આપવા માટેની કામગીરી શરૂ કરી બાળકને બચાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા હતા. 


ભારે જહેમત બાદ બાળકને હેમખેમ બહાર કાઢી બાળક વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયો છે. ઘટનાની જાણ થતાં ધાંગધ્રા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આઇપીએસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.