Ignou Launches New Courses :  ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ બે વિદેશી ભાષાઓમાં ઓનલાઈન પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કર્યો છે.  સંસ્થા દ્વારા સ્પેનિશ અને ફ્રેન્ચ પ્રોગ્રામમાં પ્રમાણપત્ર પ્રોગ્રામ શરૂ કર્યો છે. IGNOUએ આ અભ્યાસક્રમો યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફોરેન લેંગ્વેજીસ (IGNOU's School of Foreign Languages) દ્વારા શરૂ કર્યા છે. તે માત્ર ઓનલાઈન મોડમાં જ પૂર્ણ થશે.


વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને વધુ વિગતો ચકાસી શકે છે. જે ઉમેદવારો આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ ignuiop.samarth.edu.in પર જઈને કોર્સ માટે માટે અરજી કરી શકે છે.  


કોણ અરજી કરી શકે છે તે જાણો


IGNOU દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, જે ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સફળતાપૂર્વક હાઈસ્કૂલ (10+2) પાસ કરી છે તેઓ આ પ્રમાણપત્ર કોર્સ માટે અરજી કરી શકે છે. આ સાથે ઉમેદવારોને અંગ્રેજીનું મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે. આ કોર્સ સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ IGNOUની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.


કોર્સ ફી કેટલી છે


આ કોર્સનો સમયગાળો છ મહિનાનો રહેશે. ઉમેદવારો માટે કોર્સ ફી 4.500 રૂપિયા હશે. આ કોર્સ માત્ર ઓનલાઈન જ ભણાવવામાં આવશે.


કેવી રીતે એડમિશન લેશો


આ કોર્સમાં એડમિશન લેવા માટે પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ ignuiop.samarth.edu.in પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.


જો તમે પહેલેથી જ IGNOU માં અભ્યાસ કર્યો હોય તો ઓળખપત્ર દ્વારા લોગિન કરો.


બધી જરૂરી વિગતો ભરો અને માંગવામાં આવેલા દસ્તાવેજ અપલોડ કરો.


તે પછી રજીસ્ટ્રેશન ફી કોઈપણ માધ્યમથી ચૂકવી શકાય છે. જેમ કે ક્રેડિટ કાર્ડ (માસ્ટર/વિઝા), ડેબિટ કાર્ડ (માસ્ટર/વિઝા/રુપે) અથવા નેટ બેંકિંગ વગેરે દ્વારા.


જે બાદ સબમિટ પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ લઈ રાખો.


આ પણ વાંચોઃ


Crime News: મહિલા ટીચરે કેકમાં પતિનું સ્પર્મ ભેળવીને વિદ્યાર્થીઓને ખવડાવી, મળી આવી સજા


Education Loan Information:

Calculate Education Loan EMI