Income Tax Jobs:  ભારતીય આવકવેરા વિભાગે કર નિરીક્ષક અને અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત રસ ધરાવતા ઉમેદવારો 18 એપ્રિલ સુધી ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જ અરજી કરી શકશે. આવકવેરા વિભાગે 24 જગ્યાઓ પર ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી અંતર્ગત સ્પોર્ટ્સ ક્વોટા અનુસાર નિમણૂક કરવામાં આવશે.


આ ભરતી હેઠળ આવકવેરા નિરીક્ષક અને કર સહાયકની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી હોવી જોઈએ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે, ઉમેદવાર 10મું પાસ હોવું આવશ્યક છે. આ ભરતી માટે, આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો હોવો જોઈએ. રમતગમતની લાયકાત અને આ ભરતી સંબંધિત વિગતવાર માહિતી માટે, રસ ધરાવતા ઉમેદવારો જારી કરાયેલ સૂચના ચકાસી શકે છે.


કેટલી છે વય મર્યાદા


આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પરંતુ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. આ ભરતી હેઠળ, આ પદો માટે ઉમેદવારોની પસંદગી તેમની યોગ્યતા અને ગ્રાઉન્ડ ટેસ્ટના આધારે કરવામાં આવશે.


જાણો આ ભરતી હેઠળ કેટલી જગ્યાઓ છે



  • આવકવેરા નિરીક્ષક - 1 જગ્યા.

  • કર સહાયક - 5 જગ્યા

  • મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ - 18  જગ્યા


જાણો કેવી રીતે ઉમેદવારો અરજી કરી શકે છે



  • સૌપ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ incometaxindia.gov.in પર જાવ.

  • જે બાદ ઉમેદવારો હોમ પેજ પર આપેલ ભરતી સૂચના વિભાગ પર ક્લિક કરે.

  • તે પછી ઉમેદવારની ભરતીની લિંક પર ક્લિક કરો.

  • અધિકૃત વેબસાઇટ પર સૂચના સાથે અરજી ફોર્મ પણ આપવામાં આવ્યું છે, ઉમેદવારો તેને ડાઉનલોડ કરો.

  • ઉમેદવારે ફોર્મ ભરીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા  મોકલવાનું રહેશે.


Education Loan Information:

Calculate Education Loan EMI