Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ 25 દિવસમાં રશિયાએ યુક્રેન પર સતત મિસાઈલોનો વરસાદ કર્યો છે, સતત હુમલાને કારણે યુક્રેનના અનેક મોટા શહેરો તબાહ થઈ ગયા છે. બીજી તરફ લાખો લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. તબાહીની હદ એ છે કે યુનાઈટેડ નેશન્સ અનુસાર યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 816 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, યુનાઇટેડ નેશન્સનો અંદાજ છે કે યુદ્ધની શરૂઆતથી લગભગ 6.5 મિલિયન લોકો યુક્રેનની અંદર વિસ્થાપિત થયા છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે રશિયાએ જે બોમ્બ છોડ્યા છે તેમાંથી ઘણા વિસ્ફોટ થતા નથી, તેને નિષ્ક્રિય કરવામાં વર્ષો લાગી જશે.


રશિયાએ યુક્રેનની નવી યોજના જણાવી


રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન લવીવમાં પશ્ચિમી રાજદ્વારીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે યુક્રેન પર આરોપ લગાવ્યો છે કે એઝોવ બટાલિયનના યુક્રેનિયન લડવૈયાઓ આ હુમલા માટે રશિયાને દોષી ઠેરવવા માટે લ્વીવમાં યુએસ અને અન્ય પશ્ચિમી રાજદ્વારીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે.


યુક્રેનની અર્થવ્યવસ્થા ત્રીજી વખત પડી ભાંગી


યુક્રેનની અર્થવ્યવસ્થા ત્રીજી વખત પડી. નાણા પ્રધાન સેરહી માર્ચેન્કોના જણાવ્યા મુજબ, 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણની શરૂઆતથી યુક્રેનની લગભગ 30% અર્થવ્યવસ્થાએ "કામ કરવાનું બંધ કરી દીધું છે". તેમણે કહ્યું કે તેમનો અંદાજ ટેક્સની આવકમાં ઘટાડો પર આધારિત છે.


રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ ઈસ્લામિક દેશમાં ભૂખમરાના ભણકારા, ભારત પાસે માગી મદદ


શિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે અન્ય દેશો પર પણ પડવા લાગી છે. જેમા ઈસ્લામિક દેશો પર તેની સીધી અસર થઈ રહી છે. જેથી તેઓ હવે ભારત પાસે મદદ માગી રહ્યા છે. હકિકતમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે અંદાજે 200 મિલિયન ટન ઘઉની નિકાસ થાય છે. આ નિકાસમાં રશિયા અને યુક્રેનની ભાગીદારી 50-50 મિલિયન ટન માનવામાં આવે છે. જ્યારે બાકીના 100 મિલિયન ટનમાં દુનિયાના અન્ય દેશો આવે છે.


લેબનોનમાં ભૂખમરાના એંધાણ


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે બંને દેશોની ઘઉંની નિકાસ અચાનક બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘઉં પર નિર્ભર વિશ્વના અન્ય દેશોમાં અનાજની અચાનક અછત ઉભી થઈ છે. આ દેશોમાં ઈસ્લામિક દેશ લેબનોન પણ સામેલ છે. આ દેશ પોતાની જરૂરિયાતના લગભગ 60 ટકા એટલે કે 50 હજાર ટન ઘઉં રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. હવે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંનો આ પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જેના કારણે લેબનોનમાં ઘઉની અછત સર્જાવા લાગી છે, તેમની પાસે ઘઉંનો અનામત સ્ટોક પણ સતત ઘટવા લાગ્યો છે. જેથી લેબનોન ભારત પાસે મદદ માગી રહ્યું છે.


ભારત પાસે મદદની અપીલ