મુંબઇઃ દેશની બીજા નંબરની સૌથી મોટી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસ આગામી સમયમાં સારી વૃદ્ધિની શક્યતા જોઇ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને 2022-23માં તે શૈક્ષણિક કેમ્પસમાંથી 55,000 સ્નાતકોની ભરતી કરી શકે છે.


કંપનીના સીઇઓ સલિલ પારેખે કહ્યું હતું કે ટેકનોલોજી ક્ષેત્રમાં એન્જિનિયરીંગ અને સાયન્સ ગ્રેજ્યુએટ્સ માટે શાનદાર અવસર છે. પરંતુ તેમણે તેમને સમજવા માટે કહ્યું કે આ એક કારકિર્દી હશે જ્યાં તેઓએ ઓછા સમયગાળામાં નવી કુશળતા શીખવી પડશે.


પારેખે માહિતી ટેકનોલોજી કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા નાસ્કોમના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે આગામી વર્ષે  (2022-23)માં 55,000 કોલેજ ગ્રેજ્યુએટની ભરતી કરીશું. ઇન્ફોસીસ 2021-22માં વાર્ષિક આવકમાં 20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે અને આ નવા સ્નાતકો માટે કંપનીમાં જોડાવા અને વૃદ્ધિ કરવાની તક છે.


પારેખે કોલેજના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અવસરોની કોઇ અછત નથી પરંતુ ઓછા સમયમાં તેઓએ નવું કૌશલ્ય શીખવા માટે તૈયાર રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે અન્ય કર્મચારીઓને પણ એક દાયકામાં જરૂરિયાત મુજબ કુશળ બનવાની જરૂર પડી શકે છે. પરંતુ જેમ જેમ ટેક્નોલોજી ટૂંકા ગાળામાં બદલાતી જાય છે તેમ યુવા સ્નાતકોએ દર ત્રણથી પાંચ વર્ષે પોતાની જાતને ફરીથી કુશળ બનાવવા માટે તૈયાર રહેવું જોઈએ.


તેમણે જણાવ્યું હતું કે ઇન્ફોસિસ નાણાકીય વર્ષ 22માં વાર્ષિક આવકમાં 20 ટકાનો વધારો થવાનું લક્ષ્ય ધરાવે છે અને આ ફ્રેશર માટે કંપનીમાં જોડાવા અને વૃદ્ધિ કરવાની એક મોટી તક આપી રહી છે. પારેખે જણાવ્યું કે કંપની કૌશલ્ય પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની છ થી 12 સપ્તાહ સુધી ફ્રેશરને તાલીમ આપે છે.


પારેખે કહ્યું કે કંપનીના કર્મચારીઓના ટેલેન્ટને વધારવા પર અમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. જે હેઠળ અમે અમારું વર્કફોર્મસને પોતાના ગ્રાહકોની તમામ જરૂરિયાતોને પુરી કરવા માટે તેમા કુશળતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સાથે જ કર્મચારીઓનું કલ્યાણ પણ અમારી પ્રાથમિકતામાં સામેલ છે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI