ગાંધીનગરઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અગાઉ ઉત્તર ગુજરાતમાં કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા જિલ્લાના 150 જેટલા આગેવાનો કોગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. મહેસાણા જિલ્લાનાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ રણુભા સહિતના કોંગ્રેસી આગેવાનો કોગ્રેસ છોડ઼ી ભાજપમાં જોડાયા હતા. જો કે આ નેતાઓને મનાવવા માટે કોંગ્રેસ મોવડી મંડળે પ્રયાસ કર્યો હતો પણ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મહામંત્રી રજની પટેલ અને પ્રદિપ સિંહ વાઘેલાની આગેવાનીમાં તમામે કેસરિયો ધારણ કર્યો છે. આ તકે પ્રદિપ સિંહે કહ્યુ કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કક્ષાના નેતાઓેને સાચવી શકતી નછી. આજે મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે કોંગ્રેસનું વિસર્જન થવું જોઈએ. જો કે કોંગ્રેસી ધારાસભ્યોનું કહેવુ છે કે કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો. આગામી ચૂંટણીમાં ટિકિટ નહી મળવાનો અંદોશો આવ્યો હશે અને અન્ય પાર્ટીએ ટિકિટની લાલચ આપી હશે એટલે પક્ષ પલ્ટો કર્યો હશે.
કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલનું કહેવુ છે કે કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો. આગામી ચૂંટણીમાં ટિકિટ નહી મળવાનો અંદાજ આવી ગયો હશે અને અન્ય પાર્ટીએ ટિકિટની લાલચ આપી હશે એટલે પક્ષ પલ્ટો કર્યો હશે. કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરનું કહેવુ છે કે અમુક સભ્યો ધંધાકીય લાભ મેળવવા ભાજપમાં જોડાયા અને આવા બે - ચાર લોકોના જવાથી કોંગ્રેસને કોઈ નુકસાન નહી થાય.
IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક