સુરતઃ સુરતમાં કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરંટની આડમાં ચાલતા કપલબોક્સ પર સુરત પોલીસે પ્રતિબંધ મૂકી દીધો છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં કોફી શોપ, હોટલ અને કાફેમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુરત પોલીસ કમિશનર જાહેરનામું જાહેર કર્યું હતું. સુરતમાં શાળા-કોલેજોની આસપાસ કારણ વગર પુરુષોના બેસવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે સુરતમાં ટ્યુશન ક્લાસ આસપાસ કારણ વગર પુરુષોના બેસવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


નોંધનીય છે કે કપલબોક્સમાં અસામાજિક પ્રવૃતિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું જણાતા આ પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃતિઓને કારણે નાની વયના યુવક-યુવતીઓ ભોગ બનતા હોય છે. આ બદીને કારણે મૃત્યુ, રેપ, અને બ્લેકમેઈલીંગના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું. તેમણે શહેરી વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્સ) કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટ્સ, વગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યા હતા.


સુરત પોલીસ કમિશનરે ASI અને તેનાથી ઉપરના દરજજાના કોઈ પણ પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કર્યા હતા.  આ જાહેરનામુ આવતીકાલ એટલે કે 17 ફેબ્રુઆરીથી લાગુ થશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.


 


IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક


 


Realme 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત


UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક


Bappi Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન