ભોપાલઃ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લા કોર્ટમાં માળી, પ્યુન, વોચમેન, ડ્રાઇવર, સ્વીપરની નોકરી માટે બેરોજગારોનો મેળો લાગ્યો હતો. માત્ર 15 જગ્યા માટે માત્ર મધ્યપ્રદેશના જ નહીં પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી પણ નોકરવાંછું ઉમટી પડ્યા હતા. 15 જગ્યા પર 11 હજાર ઉમેદવારો આવ્યા હતા.


શું હતી શૈક્ષણિક લાયકાત


આ પદો માટેની શૈક્ષણિક લાયકાત 10મું પાસ હતી, પરંતુ ગ્રેજ્યુએટ-પોસ્ટ-ગ્રેજ્યુએટ પણ લાઈનમાં ઉભા રહ્યા હતા. જેના કારણે દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનો અંદાજ લગાવી શકાય છે. ગ્વાલિયર કોર્ટમાં ડ્રાઈવરની 5 જગ્યાઓ, ચોકીદારની 5, માળીની 2, સફાઈ કામદારની 1 જગ્યા અને પટાવાળાની 2 જગ્યાઓ માટે વેકેંસી બહાર પાડવામાં આવી હતી.


ગ્વાલિયર કોર્ટના રસ્તા નોકરીવાંછુઓથી ઉભરાયા


ગ્વાલિયરમાં કોર્ટ તરફ જતા તમામ રસ્તાઓ અને શેરીઓ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોથી ભરાઈ ગયા હતા. બે દિવસ સુધી ઇન્ટરવ્યુ માટે 11 બોર્ડ બનાવવામાં આવ્યા હતા. ઈન્ટરવ્યુ આપવા આવેલા બેરોજગારોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે કોર્ટ પરિસરમાં બેસીને પણ ઘણા યુવાનો બહાર જ રહ્યા હતા. તેમાંથી ચાર લાઇન મૂકવામાં આવી હતી, જે ટૂંક સમયમાં ભીડમાં ફેરવાઈ ગઈ હતી. તેમને સંભાળવા માટે ઘણી વખત પોલીસે કડકતા દાખવવી પડી હતી. 6500-12500 રૂપિયા સુધીના પગારની નોકરી માટે યુપીથી ઉમેદવારો આવ્યા હતા.




આ દરમિયાન હજારો યુવાનોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. આવા જ એક ઉમેદવાર અલ્તાફે જણાવ્યું કે અહીં એરરેટર, પટાવાળા, માલી, સફાઈ કામદારની જગ્યા ખાલી છે. હું ગ્રેજ્યુએટ છું અને ઉત્તર પ્રદેશથી પટાવાળાની પોસ્ટ માટે આવ્યો છું. પ્રયત્ન કર્યો પણ સફળ થઈ શક્યો નહિ.


મધ્યપ્રદેશમાં કેટલા બેરોજગાર છે


CMI ડેટા પર નજર કરીએ તો નવેમ્બરમાં મધ્ય પ્રદેશમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો ઓછો છે, પરંતુ અન્ય એક આંકડો NCRBનો છે જે દર્શાવે છે કે ગયા વર્ષે મધ્યપ્રદેશમાં 95 લોકોએ આત્મહત્યા કરી હતી. મધ્યપ્રદેશની રોજગાર નોંધણી કચેરીઓમાં બેરોજગારોની કુલ સંખ્યા 32,57,136 છે.


Education Loan Information:

Calculate Education Loan EMI