સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે તેઓ 30 માર્ચ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER) એ ઉમેદવારો પાસેથી ગ્રુપ B અને ગ્રુપ C માટે અરજીઓ આમંત્રિત કરી છે.  જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા ઈચ્છે છે તેઓ JIPMERની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અરજીની પ્રક્રિયા 10મી માર્ચ 2022થી શરૂ થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 143 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.


જાણો કેટલી જગ્યાઓ બહાર પડી


ગ્રુપ બી પોસ્ટ્સ



  • નર્સિંગ ઓફિસર – 106 જગ્યાઓ

  • મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ – 12 જગ્યાઓ

  • જુનિયર એન્જિનિયર (સિવિલ) – 1 પોસ્ટ

  • જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રિકલ) – 1 જગ્યા

  • NTTC માં ટેકનિકલ આસિસ્ટન્ટ – 1 પોસ્ટ


ગ્રુપ સી પોસ્ટ્સ



  • ડેન્ટલ મિકેનિક – 1 પોસ્ટ

  • એનેસ્થેસિયા ટેકનિશિયન – 1 પોસ્ટ

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 – 7 જગ્યાઓ

  • જુનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ – 13 જગ્યાઓ


મહત્વપૂર્ણ તારીખો



  • અરજીની શરૂઆતની તારીખ - 10 માર્ચ 2022

  • અરજી કરવાની છેલ્લી તારીખ - 30 માર્ચ 2022

  • નર્સિંગ ઓફિસર, JE, ડેન્ટલ મિકેનિક માટે ઑનલાઇન પરીક્ષાની તારીખ અને સમય - 17 એપ્રિલ 2022 સવારે 9 થી 10:30 વાગ્યા સુધી

  • એનેસ્થેસિયા ટેકનિશિયન અને સ્ટેનોગ્રાફર માટે ઓનલાઈન પરીક્ષા તારીખ અને સમય - 17 એપ્રિલ 2022 બપોરે 12:30 થી 02:00 PM

  • JAA, MLT અને ટેકનિશિયન માટેની ઓનલાઈન પરીક્ષા તારીખ અને સમય - 17 એપ્રિલ 2022 સાંજે 4 થી 5:30 સુધી


પગાર



  • નર્સિંગ ઓફિસર – રૂ 44,900/-

  • મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ (MLT) - રૂ. 35400/-

  • NTTC માં ટેકનિકલ આસિસ્ટન્ટ - રૂ. 35400/-

  • ડેન્ટલ મિકેનિક - રૂ. 25,500/-

  • JAA -19,900/- રૂ.

  • એનેસ્થેસિયા ટેકનિશિયન – રૂ. 25,500/-

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ II - રૂ. 25,500/-


અરજી ફી



  • જનરલ/OBC/EWS- રૂ. 1500

  • SC અને ST ઉમેદવારો માટે ફી 1200 રૂપિયા છે.


Education Loan Information:

Calculate Education Loan EMI