Crime News: હરિયાણાના પલવલ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના જે દિવસે લગ્ન થયા અને સુહાગરાત હતી તેના થોડા જ કલાક પહેલા તેના પતિને તેની પત્ની પર થયેલા દુષ્કર્મનો વીડિયો મોકલવામાં આવ્યો હતો. જેના કારણે લગ્ન થોડા જ કલાકોમાં તૂટી ગયા હતા. પોલીસે મહિલાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધી ઘટનાની તપાસ શરૂ ક છે.


શું છે મામલો


પલવલ જિલ્લામાં એક મહિલા સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપીએ મહિલાનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો અને તેના લગ્નના જ દિવસે આ વીડિયો તેના પતિને મોકલ્યો હતો. મહિલાએ અનેક અરમાનો સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના દિવસે જે તેના પર દુષ્કર્મનો વીડિયો પતિને મળતાં સુહાગરાત ઉજવે તે પહેલા જ લગ્ન તૂટી ગયા હતા.


પોલીસે શું કહ્યું


તપાસ અધિકારી એએસઆઈ સુમિત્રાના જણાવ્યા અનુસાર, એક મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 6 માર્ચે તેના લગ્ન ફરીદાબાદના રહેવાસી યુવક સાથે થયા હતા. તે જ દિવસે ગામના એક યુવકે તેના પર બળાત્કાર દરમિયાન બનાવેલો વીડિયો તેના પતિને મોકલ્યો, જેનાથી તેના લગ્ન તૂટી ગયા.


મહિલાનો આરોપ છે કે ઓક્ટોબર 2021ના રોજ તે તેના મામાના ઘરે હાજર હતી. તે જ સમયે, આરોપી યુવક અને તેના બે સાથીઓએ ચાકુ બતાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. બળાત્કાર દરમિયાન બંને યુવકોએ તેનો વીડિયો બનાવ્યો હતો અને તેને બ્લેકમેલ કરતા હતા.


આ પણ વાંચોઃ


Russia Ukraine War: યુક્રેનના સુમીમાંથી હેમખેમ પરત ફર્યો વિદ્યાર્થી, પિતાએ કહ્યું- મારો નહીં મોદીનો પુત્ર પાછો આવ્યો છે – જુઓ વીડિયો


IND vs SL, Pink Ball Test: ડે-નાઇટ ટેસ્ટમાં ત્રણ ગુજરાતી સાથે ઉતર્યુ ટીમ ઈન્ડિયા


Honeybee Farming: ઓછા ખર્ચે વધુ નફો, મધમાખી પાલનથી બની જશો લખપતિ


Ruchi Soya FPO: બાબા રામદેવની કંપની આ તારીખથી લાવી રહી છે FPO, 4300 કરોડ એકત્ર કરવાની છે યોજના