Prasar Bharati Recruitment: સરકારી નોકરી ઈચ્છુકો માટે સારા સમાચાર છે. પ્રસાર ભારતી સચિવાલય દ્વારા ન્યૂઝ રીડર અને અનુવાદકની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો પ્રસાર ભારતીની સત્તાવાર વેબસાઇટ https://applications.prasarbharati.org/ પર જઈને અરજી પ્રક્રિયા શરૂ થયાના 30 દિવસની અંદર અરજી કરી શકે છે.


ઉંમર 40 થી વધુ નહીં


નોટિફિકેશન અનુસાર, ન્યૂઝ રીડર અને ટ્રાન્સલેટરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2022 છે. આ ભરતી અભિયાન હેઠળ, ન્યૂઝ રીડર અને ટ્રાન્સલેટર (NRT)-ઉર્દુની 5 જગ્યાઓ ભરવાની છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારોને 40 હજારથી 50 હજાર સુધીનો પગાર મળશે.


જરૂરી શૈક્ષણિક લાયકાત


નોટિફિકેશન અનુસાર, ઉમેદવાર પાસે અંગ્રેજી / ઉર્દૂ / હિન્દી પત્રકારત્વ / માસ કોમ્યુનિકેશનમાં પીજી / પીજી ડિપ્લોમા અથવા માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જોઈએ. આ સિવાય ઉમેદવારને કોઈપણ સમાચાર સંસ્થા (પ્રિન્ટ/ટીવી/ડિજિટલ પ્લેટફોર્મ/રેડિયો)માં 3 વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ.


આ રીતે અરજી કરો


નોટિફિકેશન મુજબ  લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પ્રસાર ભારતીની વેબસાઈટ https://applications.prasarbharati.org/ પર દસ્તાવેજો સાથે પ્રસાર ભારતીની વેબસાઈટ પર પ્રકાશનની તારીખથી 30 દિવસની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવામાં કોઈ સમસ્યા હોય તો સ્ક્રીનશોટ સાથે hrcpbs@prasarbharati.gov.in પર ઈમેલ કરી શકાય છે.


Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર


સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે. કેબિનેટ સચિવાલય દ્વારા ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી અભિયાન હેઠળ કેબિનેટ સચિવાલયમાં ડેપ્યુટી ફિલ્ડ ઓફિસરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ નોટિફિકેશનમાં આપેલું ફોર્મ ભરીને નિયત સરનામે મોકલવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2022 છે. સચિવાલય દ્વારા કરવામાં આવી રહેલી આ ભરતી હેઠળ કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે.


નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ ડેપ્યુટી ફિલ્ડ ઓફિસર (GD) ની પોસ્ટ માટે માત્ર એક જ અરજી ભરવી જોઈએ. પછી ભલે તેઓને એકથી વધુ ભાષાઓનું જ્ઞાન હોય. આ ફોર્મ ભરીને માંગવામાં આવેલા પ્રમાણપત્ર, બે પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સ અને જન્મ તારીખ સાથે આપેલ સરનામે મોકલો. અરજીનું સરનામું પોસ્ટ બેગ નંબર 001, લોધી રોડ હેડ પોસ્ટ ઓફિસ, નવી દિલ્હી-110003 છે.


કેબિનેટ સચિવાલયની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો સંબંધિત ભાષામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અથવા સંબંધિત વિષયમાં બે વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. ઉપરાંત, સ્થાનિક સ્તરે સંબંધિત ભાષાની સારી કમાન્ડ હોવી જોઈએ. ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરીએ તો તેની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પસંદ કરાયેલ ઉમેદવારને 44,900 રૂપિયાનો પગાર આપવામાં આવશે.


નોટિફિકેશન અનુસાર, પાત્ર ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં બે પેપર હશે. આ પરીક્ષા 4 કલાકની હશે જેમાં કુલ 200 માર્કસ નક્કી કરવામાં આવ્યા છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI