Junior Clerk Exam: જુનિયર ક્લાર્ક એક્ઝામની તારીખને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ પરીક્ષા 9 એપ્રિલે યોજાશે તેવી વહેતી થયેલી વાતો બાદ હસમુખ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું, પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ નથી.


તેમણે ટ્વિટ કરીને લખ્યું, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.






કોર્ટે આરોપીઓના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા  હતા મંજૂર


 જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે કોર્ટે 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


આ કેસ અંગે વિગતે વાત કરીએ તો એટીએસ દ્વારા વિવિધ મુદ્દે રીમાન્ડની માંગ કરવામાં આવી હતી. વીસેક દિવસ અગાઉ હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસની બહાર પેપર લીકનું કાવતરું રચાયું હતું. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનાર શ્રધ્ધાકર લુહાનાએ કે.એલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રશ્ન પત્ર મેળવ્યું હતું. 7 લાખમાં પેપર આરોપી પ્રદીપ નાયકને આપવામાં આવ્યું હતું. પ્રદીપ નાયકે આરોપી મોરારી પાસવાન તથા નરેશ મોહંતીને પેપર દીઠ 5 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. મોરારી પાસવાને કમલેશ ભિખારીને પ્રશ્ન પત્ર 6 લાખમાં વેચવાનું પેપર દીઠ નક્કી કર્યું. જે બાદ કમલેશ ભીખારીએ પેપર મોહમદ ફિરોઝને પેપર દીઠ 7 લાખમાં વેચવાનું નક્કી કર્યું.






 

અનૈતિક સંબંધનો કરૂણ અંજામ


નવસારીમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલે બે માસના બાળકનો શ્વાસ રૂંધીને મારી નાંખ્યો હતો. જે બાદ નવસારીના જૂજ ડેમમાં ફેંકી દીધું હતું. વાંસદામાં રહેતા પ્રેમીઓએ આડખીલી રૂપ બનતા બે માસના બાળકને તડપાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ બેરહેમીથી નિકાલ કર્યો હતો. પિતાએ બે મહિનાના બાળકને શ્વાસ રૂંધી મારી નાંખ્યા બાદ લાશને ગુટકાના થેલામાં પેક કરી જૂજ ડેમમાં ફેંકી દીધી હતી. 14 મી જાન્યુઆરીએ થયેલી હત્યાના કેસને પોલીસે બરાબર એક મહિના બાદ ઉકેલ્યો હતો. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ  કરી હતી.






Education Loan Information:

Calculate Education Loan EMI