Pariksha Pe Charcha 2024: 29 જાન્યુઆરી, 2024 ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ PPC 2024 એટલે કે પરીક્ષા પે ચર્ચા 2024 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બધાને સંબોધશે અને પરીક્ષા અંગે ચર્ચા કરશે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘પરીક્ષા પે ચર્ચા 2024’ કાર્યક્રમ સંબંધિત નવા અપડેટ્સ શેર કરી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, 2.26 કરોડ વિદ્યાર્થીઓએ પીએમ મોદીના કાર્યક્રમ PPC 2024 (PM Modi PPC 2024) માટે નોંધણી કરાવી છે. જાણો આ કાર્યક્રમ ક્યાં યોજાશે અને તમે PPC 2024નું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો.
પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. નોંધનીય છે કે આ એ જ જગ્યા છે જ્યાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી વખત પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છે.
PPC 2024નું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષાઓ અને શિક્ષણ ક્ષેત્ર સંબંધિત તમામ પડકારો પર વાત કરે છે. પરિક્ષા પે ચર્ચા 2024નું શિક્ષણ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયની ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે જીવંત પ્રસારણની તમામ લિંક પણ education.gov.in પર ઉપલબ્ધ હશે.
4 હજાર લોકો સાથે વાતચીત થશે
MyGov પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ સિવાય 14 લાખથી વધુ શિક્ષકો અને 5 લાખ પેરેન્ટ્સે પરીક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી કરાવી છે. આ ખાસ કાર્યક્રમ દરમિયાન 4 હજાર લોકો પીએમ મોદી સાથે સીધી વાત કરી શકશે. એકલવ્ય આદર્શ નિવાસી શાળાના 100 વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમનો ભાગ બનશે.
બોર્ડની પરીક્ષામાં મદદ કરશે
પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ દ્વારા પીએમ નરેન્દ્ર મોદી માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓને પણ પરીક્ષાની તૈયારી સંબંધિત પડકારોનો સામનો કરવાની સલાહ આપશે. તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના મહત્વના પ્રશ્નોના જવાબ પણ આપશે. કેટલાક પસંદગીના વિદ્યાર્થીઓને PM મોદી દ્વારા લખાયેલ પુસ્તક Exam Warriors પણ આપવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI