Patanjali Ayurved Recruitment 2022:  બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની કંપની પતંજલિમાં ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. પતંજલિમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. પતંજલિ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની સૂચના અનુસાર આ ભરતી સેલ્સ ટીમ અને મેડિકલ ટીમમાં થવાની છે. આ ભરતીઓ સમગ્ર દેશમાં જિલ્લા અને તાલુકા સ્તરે હાથ ધરવામાં આવી છે. જે યુવાનો અરજી કરવા માગે છે તેઓ patanjaliayurved.org પર જઈને આ ભરતીની સૂચના વાંચી શકે છે અને અરજી કરી શકે છે.


કઈ જગ્યાઓ પર થશે ભરતી


પતંજલિ સેલ્સ ઓફિસર, એરિયા સેલ્સ મેનેજર, ડીએસએમ (સેલ્સ મેન) અને ટેરિટરી સેલ્સ ઈન્ચાર્જની જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહી છે.


સેલ્સ ઓફિસર


પતંજલિ આયુર્વેદની જાહેરાત અનુસાર, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈપણ અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોય તેવા જ ઉમેદવારો ફૂડ પ્રોડક્ટ્સ વર્ટિકલમાં સેલ્સ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરી શકે છે, ઉમેદવારો પાસે 4-5 વર્ષનું સેલ્સનો અનુભવ હોવો જોઈએ. જેમાંથી FMCG કંપનીમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.


એરિયા સેલ્સ મેનેજર


જે લોકો પાસે 8 વર્ષનો અનુભવ છે તેઓ એરિયા સેલ્સ મેનેજર માટે અરજી કરી શકે છે. જેમાં FMCG કંપનીમાં ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ જરૂરીછે.


સેલ્સ ઓફિસર (હર્બલ કોસ્મેટિક્સ)


સ્નાતકની ડિગ્રી ધરાવતાં હોય અને 5 વર્ષનો અનુભવ હોય તેવા લોકો હર્બલ કોસ્મેટિક્સ વિભાગમાં સેલ્સ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


DSM (સેલ્સ મેન)


DSM (સેલ્સ મેન) માટે સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને 2-3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.


ટેરિટરી સેલ્સ મેનેજર


ટેરિટરી સેલ્સ મેનેજર પોસ્ટ માટે, 3-4 વર્ષના અનુભવ સાથે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે.


આ રીતે અરજી કરો


ઉપરોક્ત બતાવવામાં આવેલી પોસ્ટ માટે foodsales@patanjaliayurved.org અથવા patanjaliherbalcosmetics@patanjaliayurved.org પર અરજી મોકલો.


Education Loan Information:

Calculate Education Loan EMI