સુરેન્દ્રનગરઃ પાટડીના ખારાઘોડામાં બેંકમાં નોકરી કરતા યુવાને 21 વર્ષીય યુવતી સાથે મિત્રતા કરીને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ યુવક જ યુવતીને ભગાડીને પોતાની સાથે લઈ ગયો હતો અને પોલીસની સાથે યુવતીની શોધખોળમાં લાગ્યો હતો. જોકે પોલીસને શંકા જતા પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.


પાટડીની એક સરકારી બેંકમાં નોકરી કરતાં મૂળ રાજસ્થાનના 30 વર્ષીય યુવાનને 21 વર્ષીય યુવતી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ તેના ફોટા પાડી લઇ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. જે બાદ યુવતી પણ ગુમ થઈ હતી. યુવતીની ભાળ ન મળતાં તેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.  યુવતીની શોધખોળ દરમિયાન બેંકમાં ફરજ બજાવતો વિજય ગંગાસિંહ રાજપુરોહિત પણ પોલીસ મથકે યુવતી ગુમ થયાની જાણ કરવા આવ્યો હતો.


પરંતુ બે દિવસમાં તે પાટડીમાંથી બહાર જતાં શંકાના આધારે તેના મોબાઇલ લોકેશનની ચકાસણી કરી યુવતીને શોધી કાઢવામાં આવી હતી.  લોકેશનના આધારે અમદાવની હોટલમાંથી યુવતી અને બેંકમાં ફરજ બજાવતો કર્મચારી મળી આવ્યો હતો. જે બાદ યુવતીએ પોલીસને આપવીતી જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બેંકમાં નોકરી કરતાં યુવાને તેની સાથે મિત્રતા કર્યા બાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને એક માસમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.


પ્રેમિકા સાથે ઘરમાં શરીર સુખ માણી રહ્યો હતો યુવક, પત્નિ પિયરિયાંને લઈને આવી પહોંચી ને પછી.........


ગ્રેટર નોઈડાના દનકૌર શહેરમાં એક પરિણીત યુવકને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવવા ભારે પડ્યા. યુવકને તેની ગર્લફ્રેન્ડ સાથે અંગત પળો માણતી વખતે પત્ની અને સાસરિયાઓએ રંગે હાથે પકડીને માર માર્યો અને પછી પોલીસને હવાલે કર્યો હતો. પત્નીએ પતિ પર તેની સાથે મારપીટ કરવાનો અને સિગારેટથી ડામ આપવાનો આરોપ લગાવ્યો છે.


મથુરાના રહેવાસી અશોકે જણાવ્યું કે તેણે લગભગ દોઢ વર્ષ પહેલા તેની બહેન કિરણના લગ્ન દનકૌર શહેરના રહેવાસી યુવક સાથે કર્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ પતિએ દહેજમાં મળેલી કારને પણ આગ લગાવી દીધી હતી. લગ્ન પહેલા તેના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધો હતા, જેના માટે તે દરરોજ તેની બહેનને મારતો હતો.


પરિવારજનોનું કહેવું છે કે દહેજ ખાતર આરોપીઓ તેમની પુત્રીને સિગારેટથી ડામ દે છે. જેના કારણે મહિલાના હાથ અને શરીર પર દાઝવાના નિશાન પણ છે. પીડિતા કિરણે જણાવ્યું કે તે લગભગ ત્રણ દિવસ પહેલા તેના મામાના ઘરે ગઈ હતી. તક જોઈને આરોપી પ્રેમિકાને ઘરે લઈ આવ્યો. આ અંગેની માહિતી મળતાં તેણે શુક્રવારે સાંજે બંનેને ઘરમાંથી રંગે હાથે પકડી લીધા હતા. આ દરમિયાન મહિલાના પરિવારજનોએ બંનેને માર માર્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.