Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 10મો દિવસ છે. યુક્રેનથી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ પરત ફરવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ સ્વદેશ આવી ચુક્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા ત્યાં ગયા હતા. ભારત ફરનારા મોટાભાગના મેડિકલ સ્ટૂડન્ટ્સ છે. યુદ્ધ થતાં આ વિદ્યાર્થીઓ પાસે ભારત ફરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.


આ દરમિયાન નેશનલ મેડિકલ  કમિશને યુક્રેનથી ભારત પરત ફર્લા મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. એનએમસીએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને ભારતમાં ફરજિયાત 12 મહિનાની ઈંટર્નશિપ પૂરી કરવાની મંજૂરી આપી છે. કમિશને નોટિસ જાહેર કરીનેક હ્યું, જો કોઈ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એફએમજીઈ પરીક્ષા પાસ કરી લેશે તો તે ભારતમાં પોતાની અધૂરી રહેલી ઈંટર્નશિપ પૂરી કરી શકે છે.






ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષાને NeXT તરીકે ઓળખવામાં આવે છે. આ એક એક્ઝિટ પરીક્ષા છે. જેમાં મેડિકલ વિદ્યાર્થીઓને મેડિસિનમાં પોસ્ટગ્રેજ્યુએશન કરવામાં સક્ષમ હોવા તથા ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરવા અને લાયસન્સ મેળવવા પાસ કરવી જરૂરી છે. આયોગોને દિશા નિર્દેશમાં એમ પણ કહ્યું છે મેડિકલ કોલેજ દ્વારા એમએમજીથી ઈંટર્નશિપ કરવાની મંજૂરી આપવા માટે કોઈ રકમ આપવાની નથી.


આ પણ વાંચો


Russia Ukraine War: કિવમાં ફરી એક વખત એયર રેડ એલર્ટ, લોકોને સુરક્ષિત બહાર કાઢવા ગ્રીન કોરિડોર બનાવશે યુક્રેન


Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની તમારા ખિસ્સા પર પડશે મોટી અસર, મોંઘી થઈ શકે છે દૈનિક વપરાશની આ વસ્તુઓ


Russia Ukraine War: ‘પુતિનને જીવતો કે મરેલો પકડો’, આપીશ કરોડો રૂપિયા, રશિયાના બિઝનેસમેનની ઓફર


Education Loan Information:

Calculate Education Loan EMI