State Bank of India SCO Recruitment 2023: એવા ઉમેદવારો માટે સારા સમાચાર છે જેઓ બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ બેંકમાં બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ઉમેદવારો સત્તાવાર સાઇટ sbi.co.in પર જઈને ભરતી માટે અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, આ ભરતી અભિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 442 મેનેજર અને વિશેષજ્ઞ પોસ્ટની ભરતી કરશે.
State Bank of India SCO ભરતી 2023: પસંદગી આ રીતે કરવામાં આવશે
આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા દેશભરના ઘણા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થશે.
State Bank of India SCO ભરતી 2023: આટલી અરજી ફી ચૂકવવી પડશે
આ ભરતી અભિયાન માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 750 છે. જ્યારે SC/ST/PWBD ઉમેદવારો માટે કોઈ ફી નથી. ઉમેદવારો ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ વગેરે દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકે છે.
SBI SCO ભરતી 2023: આ તારીખો પર વિશેષ ધ્યાન રાખો
અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ: 16 સપ્ટેમ્બર 2023
અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ: 16 ઓક્ટોબર 2023
પરીક્ષાની સંભિવત તારીખ: ડિસેમ્બર 2023- જાન્યુઆરી 2024
SBI SCO ભરતી 2023: કેવી રીતે અરજી કરવી
પગલું 1: સૌ પ્રથમ ઉમેદવારો SBI કેરિયર પેજ sbi.co.in/web/careers પર જાઓ
પગલું 2: તે પછી ઉમેદવારો હોમ પેજ પર SCO 2023 નોંધણી લિંક પર ક્લિક કરો
પગલું 3: પછી ઉમેદવારો નોંધણી કરે અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધે
પગલું 4: આ પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરે
પગલું 5: પછી ઉમેદવારો ફોર્મ સબમિટ કરે
પગલું 6: આ પછી ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરે
પગલું 7: અંતે ઉમેદવારોએ વધુ જરૂરિયાત માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લે
આ પણ વાંચો
IDBI Bank Recruitment 2023: 600 પદ પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએશન પાસ કરો અરજી, આ રીતે થશે સિલેક્શન
Click here to check the notification of managerial post
Click here to check notification of specialist post
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
Education Loan Information:
Calculate Education Loan EMI