રબર બોર્ડે પોતાની સત્તાવાર વેબસાઈટ પર ફીલ્ડ ઓફિસરના 34 પદોની ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ ભરતી માટે 2 મે 2022 સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. રબર બોર્ડ ભરતી 202 નોકરી નોટિફિકેશન માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી કૃષિ કે વનસ્પતી વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન સહિત કેટલીક અન્ય શૈક્ષણિક યોગ્યતા હોવી જોઈએ.
આવેદન કરવા માગતા ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઈટ rubberboard.gov.in પર જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આવેદન પ્રક્રિયા, વય મર્યાદા, યોગ્યતા,અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય ડિટેલ્સ જોઈ શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-6 હેઠળ 4200 રૂપિયાના ગ્રેડ પે પર 9300થી 34800 સુધીનો પગાર મળશે.
આવેદન કરવા માટે વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/ અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. અરજી માત્ર ઓનલાઈન જ સ્વિકારવામાં આવશે. ઉમેદવાર આ ભરતી માટે 2 મે સુધી અરજી કરી શકે છે. તેના માટે વેબસાઈટ પર જાવ અને તમારા માન્ય ઈમેલની મદદથી રજિસ્ટર કરો. આ ઉપરાંત અન્ય માહિતી ઉમેદવાર નોટિફિકેશનમાં ચેક કરી શકે છે.
કોને મળે છે ગ્રેજ્યુઇટી
Gratuity : જ્યારે પણ નિવૃત્તિની વાત આવે છે, તમે ગ્રેજ્યુઇટી વિશે સાંભળ્યું જ હશે. પરંતુ, શું તમે જાણો છો કે ગ્રેજ્યુઇટી શું છે? જો તમે કોઈ સંસ્થામાં 5 વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કરો છો, તો તમે ગ્રેજ્યુઇટી માટે પાત્ર બનો છો. કંપની કર્મચારીને નિવૃત્તિ પછી, નોકરી છોડવાની સ્થિતિમાં અથવા તેના મૃત્યુની સ્થિતિમાં ગ્રેજ્યુઇટીના નાણાં આપે છે. ગ્રેજ્યુઇટીની રકમ કર્મચારી અથવા તેના નોમિનીને આપવામાં આવે છે. જો કોઈ કર્મચારીનું મૃત્યુ અથવા અપંગતા હોય, તો આવી સ્થિતિમાં 5 વર્ષની નોકરીની શરત દૂર કરવામાં આવે છે.
કેટલા વર્ષ નોકરી કર્યા પછી ગ્રેજ્યુઇટીના બનો છો પાત્ર
જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પૂર્ણ ન કર્યા હોય અને 4 વર્ષ સુધી 240 દિવસથી વધુ કામ કર્યું હોય તો આવા કર્મચારીઓ પણ ગ્રેજ્યુઇટીના હકદાર બને છે. તે જ સમયે, કેટલીક કંપનીઓ એવી છે જ્યાં 6 કામકાજના દિવસો છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ માત્ર 4 વર્ષ 190 દિવસમાં ગ્રેચ્યુઈટી મેળવવાના હકદાર બને છે. આ ગણતરી 6 દિવસના આધારે કરવામાં આવે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI