​UGC NET Result 2023 Declared: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડિસેમ્બરમાં યુજીસી નેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ તેમના અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને સત્તાવાર સાઇટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત, ઉમેદવારો અહીં દર્શાવેલ પદ્ધતિ અનુસાર તેમનું પરિણામ પણ ચકાસી શકશે.


NTAએ થોડા દિવસો પહેલા આ પરીક્ષાની અંતિમ આન્સર કી જાહેર કરી હતી. આ વખતે આ પરીક્ષા 21મી ફેબ્રુઆરીથી 16મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા 83 વિષયો માટે 5 તબક્કામાં લેવામાં આવી હતી. કુલ 8,34,537 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેઓ પરીક્ષા પૂરી થઈ ત્યારથી પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે, પરીક્ષા માટે દેશભરમાં 650 થી વધુ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. યુજીસીના પ્રમુખ એમ. જગદીશ કુમારે બુધવારે પરિણામ જાહેર કરવા અંગે ટ્વીટ કર્યું હતું.


UGC NET પરિણામનું કોઈ પુન:મૂલ્યાંકન/રી-ચેકિંગ કરવામાં આવશે નહીં. આ અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. UGC NET ડિસેમ્બર 2022 નો રેકોર્ડ પરિણામ જાહેર થયાની તારીખથી 90 દિવસ સુધી સાચવવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો અધિકૃત વેબસાઇટ તપાસી શકે છે.


પરિણામ કેવી રીતે તપાસવું


પગલું 1: ઉમેદવારો UGC NET ની સત્તાવાર સાઇટ ugcnet.nta.nic.in પર જાય છે.


પગલું 2: પછી હોમ પેજ પર ઉપલબ્ધ UGC NET પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.


પગલું 3: ત્યારબાદ લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.


પગલું 4: હવે તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.


પગલું 5: તે પછી પરિણામ તપાસો અને પૃષ્ઠ ડાઉનલોડ કરો.


પગલું 6: અંતે ઉમેદવારોએ વધુ જરૂરિયાત માટે પરિણામની હાર્ડ કોપી રાખવી જોઈએ.


પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.


ઉલ્લેખનીય છે કે યુજીસી નેટ પરીક્ષા દેશભરની યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જુનિયર પ્રોફેસર ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લેવામાં આવે છે.


લઘુત્તમ પાસિંગ માર્કસ


બિનઅનામત શ્રેણી માટે 40 ટકા અને અનામત શ્રેણી માટે 35 ટકા નિશ્ચિત છે. ઉમેદવારોએ દરેક પેપરમાં અલગથી પાસ થવાનું રહેશે. પેપર 1 માં, બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ 100 માંથી 40 સ્કોર કરવાના હોય છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ 100 માંથી 35 સ્કોર કરવાના હોય છે. બિનઅનામત ઉમેદવારોએ પેપર 2 માં 200 માંથી 70-75 સ્કોર કરવાના રહેશે જ્યારે OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે લઘુત્તમ માર્ક્સ 65 થી 70 હશે. SC માટે 60 થી 65 અને ST માટે 55 થી 60 છે.


Education Loan Information:

Calculate Education Loan EMI