આ પહેલાં પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. કેટલાંક અખબારોમાં પણ આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પણ કેન્દ્રની મોદી સરકારે આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા છે.
મોદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું હતું. આ વખતે પણ સરકારી સૂત્રો સ્કૂલ-કોલેજો ખોલવાની વાતોને નકારી રહ્યા છે.
મીડિયામાં છપાયેલા અહેવાલમાં દાવો કરાયો હતો કે, દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે છતાં મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની ક્વાયત શરૂ કરી છે. આ અહેવાલના દાવા પ્રમાણે, મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ પ્રકારના અહેવાલો સોશિયલ મીડિયામાં પણ મોટા પ્રમાણમાં ફરતા થયા છે.
આ અહેવાલો પ્રમાણે, મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલશે તેમાં સૌથી પહેલાં તમામ કોલેજો તથા ધોરણ 11 અને ધોરણ 12ના વર્ગો શરૂ કરાશે. એ પછી ધોરણ 8થી ધોરણ 10 અને પછી ધોરણ 5થી ધોરણ 7ના વર્ગો શરૂ કરાશે. આ રીતે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલી દેવાશે એવો દાવો કરાયો હતો પણ આ દાવામાં દમ નથી તેવી સ્પષ્ટતા મોદી સરકારે કરી દેતાં આ વાતોમાં આવી જવા જેવું નથી.
Education Loan Information:
Calculate Education Loan EMI