ગાંધીનગરઃ  ગુજરાતમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. આ સરકારમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી છે જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી છે. આ ઉપરાંત કેબિનેટ કક્ષાના 10 પ્રધાનો અને રાજ્ય કક્ષાના 11 પ્રધાનો મળીને રૂપાણી સરકારના પ્રધાનોની સંખ્યા 23 થાય છે.


રૂપાણી સરકારનું પ્રધાનમંડળ કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના પ્રધાનો એમ દ્વિ સ્તરીય છે. કેટલાક રાજ્ય કક્ષાના પ્રધાનોને કેટલાંક મંત્રાલયના સ્વતંત્ર હવાલા અપાયા છે પણ સંપૂર્ણપણે સ્વતંત્ર હવાલો હોય તેવા રાજ્ય કક્ષાના કોઈ પ્રધાન નથી. આ પ્રધાનમંડળમા કોની પાસે ક્યું ખાતું છે તેની વિગતો નીચે પ્રમાણે છે

વિજય રૂપાણી (વિજયભાઇ રમણીકલાલ રૂપાણી) : મુખ્યમંત્રી

સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ,બંદરો,ખાણ-ખનિજ,માહિતી પ્રસારણ, પેટ્રોકેમિકલ્સ,કલાઇમેટચેન્જ, આયોજન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જળ સંપત્તિ, પાણી પુરવઠો, તમામ નીતિઓ અને કોઇ મંત્રીશ્રીઓને ન ફાળવેલ હોય તેવી તમામ બાબતો.

કેબિનેટ પ્રધાનો

નીતિન પટેલ (નીતિનભાઈ રતિલાલ પટેલ) : નાયબ મુખ્ય મંત્રીશ્રીઃ નાણા, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા,કલ્પસર, પાટનગર યોજના.

આર. સી. ફળદુ (રણછોડભાઇ ચનાભાઇ ફળદુ) : કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર

ભૂપેન્દ્ર ચુડાસમા (ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા) : શિક્ષણ(પ્રાથમિક,માધ્યમિક,પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન અને નાગરિક ઉડ્ડયન.

કોશિક પટેલ (કૌશિકકુમાર જમનાદાસ પટેલ) : મહેસૂલ,

સૌરભ પટેલ (સૌરભભાઈ દલાલ) : ઊર્જા,

ગણપત વસાવા (ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા) : આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ



જયેશ રાદડીયા (જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા) : અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી.

દિલીપ ઠાકોર (દિલીપકુમાર વિરાજી ઠાકોર ) : શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટરમેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ.

અનિલ પરમાર ( ઈશ્વરભાઇ રમણભાઇ પરમાર ) :સામાજિક ન્યાય અને અધિકારિતા(અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત).

કુંવરજી બાવળિયા (કુંવરજીભાઇ મોહનભાઇ બાવળીયા) :  પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ

જવાહર ચાવડા (જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા) : પ્રવાસન, મત્સ્યોદ્યોગ

રાજ્ય કક્ષાના મંત્રી

પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા : ગૃહ, ઊર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો, કાયદો, ન્યાયતંત્ર (રાજય કક્ષા), પોલીસ હાઉસીંગ,  બોર્ડર સિક્યુરિટી, સીવીલ ડીફેન્સ,  ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી,  સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો).



પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી : મત્સ્ય ઉદ્યોગ

બચુભાઇ મગનભાઇ ખાબડ :  ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન.

જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમારઃ કૃષિ, પંચાયત, પર્યાવરણ(સ્વતંત્ર હવાલો).

ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ : સહકાર, રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર

વાસણભાઇ ગોપાલભાઇ આહિરઃ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ

શ્રીમતી વિભાવરીબેન વિજયભાઇ દવે : મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ

રમણલાલ નાનુભાઇ પાટકર : વન અને આદિજાતિ વિકાસ.

કિશોર કાનાણી (કુમાર) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ.

યોગેશ પટેલ : નર્મદા, શહેરી ગ્રુહ નિર્માણ

ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા (ગ્રાહકોની બાબત), કુટીર ઉદ્યોગ