UPSSSC Health Worker Recruitment 2021 : ભાજપ શાસિત રાજ્ય ઉત્તર પ્રદેશમાં જે મહિલા સરકારી નોકરીની શોધમાં હોય તેમના માટે કામની ખબર છે. ઉત્તર સરકારે મહિલાઓ માટે સરકારી નોકરી બહાર પાડી છે.  Uttar Pradesh Subordinate Service Selection Commission (UPSSSC) તરફથી મહિલા હેલ્થ વર્કરના પદ પર વેકેંસી બહાર પાડવામાં આવી છે.. જે મહિલા સરકારી નોકરીની ઈચ્છા રાખતી હોય તે હેલ્થ વર્કરના પદ માટે અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા 15 ડિસેમ્બર 2021 થી શરૂ થઈ છે, જે કે 5 જાન્યુઆરી, 2022 સુધી ચાલશે.


UPSSSC  તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર મહિલા હેલ્થ વર્કરની કુલ 9212 પદો પર ભરતી કરવામાં આવશે.. અરજી પત્ર ફક્ત ઓનલાઈન દ્વારા જ જમા થઈ શકે છે. UPSSSC ની ઑફિશિયલ વેબસાઇટ upsssc.gov.in પર જઈને અરજી કરી શકાશે.


 આ રીતે કરો અરજી


upsssc.gov.in ના પેજ પર Live Advertisementsની  નીચે ભરતીનું નોટિફિકેશન આપવામાં આવ્યું છે. આ નોટિફિકેશન પર ક્લિક કરો. એક નવું પેજ  ખૂલશે. જેમાં અરજી કરવાની લિંક પણ આપવામાં આવી છે. આ લિંક ખોલો અને અરજીપત્ર ભરો.


જોકે અરજીપત્ર ભરતા પહેલા ઉમેદવારોને રજિસ્ટ્રેન માટે પણ કહેવામાં આવશે. તે માટે  ઉમેદવારનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જેવી માહિતી આપવી પડશે. પછી રજિસ્ટ્રેશન નંબર મળશે અને તે બાદ જ અરજીપત્ર ભરો.


વેકેન્સીની જાણકારી


આ ભરતી ઉત્તર પ્રદેશમાં આરોગ્ય વિભાગ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કુલ 9212 પદો ભરવામાં આવશે. જનરલ કેટેગરી માટે ઉમેદવારો માટે 4865 બેઠકો, ઓબીસી વર્ગમાં 1660 બેઠકો, ઈડબ્લ્યુએસ વર્ગમાં 921 બેઠકો, એસસી કેટેગરી માટે 1346 બેઠકો અને એસટી વર્ગ માટે 420 બેઠકો છે. આ માટે  જે મહિલાની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હશે તે અરજી કરી શકશે. પગારધોરણ 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા રહેશે. અરજી ફી 25 રૂપિયા છે.


UPSSSC Health Worker Recruitment 2021 notification:    upsssc.gov.in 


Education Loan Information:

Calculate Education Loan EMI