Sachin Tendulkar Meets Dharmendra: ક્રિકેટના ભગવાના કહેવાતા સચિન તેંડુલકર અને બોલીવુડના હિમેન ધર્મેન્દ્રની અચાનક ફ્લાઇટમાં મુલાકાત થઈ ગઈ હતી. બંને સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી. સચિને તેના કેપ્શનમાં વીરેન્દ્ર સેહવાગનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે ધર્મેન્દ્રએ માસ્ટ બ્લાસ્ટરને ‘પ્યારા બેટા’ કહ્યો હતો.
સચિને પોસ્ટમાં શું લખ્યું
સચિન તેડુંલકરે તેની પોસ્ટમાં કેપ્શન આપતાં લખ્યું, આજે સૈથી મોટા વીરુ ધર્મેન્દ્ર જી સાથે મુલાકાત થઈ. વીરુઓની વાત અલગ છે, તમામ તેમના ફેન છે. તેમ લખી તેણે વીરેન્દ્ર સેહવાગને ટેગ કર્યો હતો. જોકે સેહવાગનો આ પોસ્ટ પર કોઈ જવાબ આવ્યો નથી.
વીરુ નામનો કેમ કર્યો શબ્દપ્રયોગ
સેહવાગને ભારતીય ટીમ ઉપરાંત ક્રિકેટ ફેન્સ વીરુના નામથી ઓળખે છે. આ ઉપરાંત ધર્મેન્દ્રએ દેશની સૌથી જાણીતી ફિલ્મ પૈકીની એક શોલેમાં અમિતાભ બચ્ચન (જય), હેમા માલિની (બસંતી) સાથે વીરુનો રોલ કર્યો હતો. આ કારણે સચિને વીરુ શબ્દનો પ્રયોગ કર્યો.
ધર્મેન્દ્રએ શું લખ્યું પોસ્ટમાં
ધર્મેન્દ્રએ પોતાની પોસ્ટમાં લખ્યું, દેશના ગૌરવ સચિ સાથે આજે પ્લેનમાં અચાનક મુલાકાત થઈ. સચિન હંમેશા મને પ્યારા દીકરા જેવો લાગ્યો છે. જીવતો રહે સચિન, લવ યુ.
કયા સેલેબ્સે કરી કમેન્ટ
સચિન તેંડુલકરની પોસ્ટ પર બોલીવુડ એક્ટર રણવીર સિંહે ફની કમેન્ટ કરતાં લખ્યું ઓહ યસ. જ્યારે એક્ટ્રેસ ઈશા અગ્રવાલે પણ ઈમોજી પોસ્ટ કરી કમેંટ કરી હતી. ધર્મેન્દ્રની પોસ્ટ પર મોટાભાગના લોકોએ બંને દિગ્ગજોની પ્રશંસા કરતી કમેંટ કરી છે.
આ પહેલા અનેક અવસર પર સચિન અને ધર્મેન્દ્રની મુલાકાત થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરો બતાવે છે કે સચિન ધર્મેન્દ્રનો ઘણો આદર કરે છે. એક તસવીરમાં સચિન ધર્મેન્દ્રના ચરણ સ્પર્શ કરીને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરે છે.