મુંબઈ: લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કા માટે આજે 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં એક દુખદ ઘટના બની હતી. ગઢચિરોલીના શંકરપુર ગામ પાસે ટ્રેક્સર પલટી મારતા ત્રણ લોકના મોત થયા છે જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં મોત થયેલા લોકો મતદાન કરી પરત ફરી રહ્યા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને પોલીસે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.


આ પહેલા ગઢચિરોલી જિલ્લામાં મતદાન કેંદ્ર નજીક બારૂદ સુરંગમાં વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વાગેજરી વિસ્તારમાં આશરે સાડા દસ વાગ્યે આઈઈડી વિસ્ફોટ થયો હતો. જે જગ્યા પર વિસ્ફોટ થયો તે જગ્યા મતદાન કેંદ્રની નજીક હતી. આ વિસ્ફોટ દરમિયાન મતદારો મત આપવા માટે લાઈનમાં ઉભા હતા. તેમણે જણાવ્યું કે આ વિસ્ફોટમાં કોઈના ઈજાગ્રસ્ત હોવાના રિપોર્ટ્સ સામે નથી આવ્યા.

આંધ્રપ્રદેશઃ વોટિંગ દરમિયાન YSR કોંગ્રેસ અને TDP કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, પોલીસે કર્યો લાઠી ચાર્જ, જુઓ વીડિયો