નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા નથી પણ એક્ઝિટ પૉલને લઇને દેશમાં વાદ-વિવાદ શરૂ થઇ ગયો છે. દેશની મોટી મોટી એજન્સીઓના એક્ઝિટ પૉલમાં નરેન્દ્ર મોદી સરકાર ફરીથી બનવા જઇ રહી છે. ભારતના આ એક્ઝિટ પૉલથી હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હાહાકાર મચી ગયો છે.

પાડોશી દેશ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યાં છે. ગૂગલ સર્ચમાં નરેન્દ્ર મોદી ટૉપ પર છે.



ગૂગલ સર્ચના આંકડા પ્રમાણે, 19 મે, 2019ની સાંજે 4.26 મિનીટથી લઇને 20 મેના બપોરે 11.22 વાગ્યા સુધી ‘નરેન્દ્ર મોદી’ કીવર્ડને પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. પાડોશી દેશમાં 88% લોકોએ ‘નરેન્દ્ર મોદી’ને સર્ચ કર્યા હતા. આ મામલે તેમને ભારતીયોને પણ પાછળ છોડી દીધા છે.