સુરેન્દ્રનગર: વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી. જેમાં એક યુવકે હાર્દિક પટેલને તમાચો મારી દેતાં હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બરેહમીથી ધોઈ નાખ્યો હતો.


હાર્દિક પટેલને થપ્પડ મારનાર તરુણ ગજ્જર કડીના જાસલપુરનો વતની છે. તરૂણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે. જ્યારે જાસલપુર ગ્રામ પંચાયતનો સભ્ય છે.

તરૂણ ગજ્જર હાલ કડીના કરણનગરમાં રહે છે. કડીમાં તરૂણ અને તેની પત્ની બે લોકો રહે છે. તરૂણનો પરિવાર NRI છે. આ ઉપરાંત તરૂણે પબ્લિસિટી માટે હાર્દિકને લાફો માર્યો હોવાની ચર્ચા છે.

હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે. હાર્દિક પટેલે ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. ભાજપ મને મારી નાખવા માગે છે અને મારા પર હુમલા કરાવે છે. મને પ્રચાર કરતો રોકવા ભાજપનું ષડયંત્ર છે.