સુરત: શરાબ અને શબાબના શોખીનો અવાર નવાર ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાતે જતાં હોય છે. ત્યારે મહારાષ્ટ્ર પોલીસે કરેલી કાર્યવાહીમાં કુલ 22 જેટલા લોકોની રેવ પાર્ટી, અશ્લીલ ડાન્સ પાર્ટી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં સુરતના નવ બિલ્ડરોનો સમાવેશ થાય છે. પોલીસે તમામની ધરપકડ કરી તેમના જામીન પર મુક્ત કર્યા છે.(આ તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સુરતના નવ જેટલા બિલ્ડરો મહારાષ્ટ્રમાં આઠ જેટલી બાર ગર્લ્સ સાથે ઝડપાયા છે. પાલઘરના અચ્છાડ ખાતે આવેલા ગ્રીન પાર્ક ક્લબ રિસોર્ટમાં તલાસરી પોલીસે કાર્યવાહી દરમિયાન તમામ લોકોની ધરપકડ કરી હતી.

આ લોકો હોટલની બાજુમાં બંગલો ભાડે રાખી દારૂની પાર્ટી અને બાર ગર્લ્સ પર રૂપિયા ઉડાવવામાં આવતા હતા. ગ્રીન પાર્ક હોટલ અને બંગલામાં બાર ગર્લ્સ લાવી અશ્લીલ કૃત્ય અને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું પોલીસે જણાવ્યું હતું.


અશ્લીલ પાર્ટીનું આયોજન કરનાર કરનારા ભિલાડના નિપમ શાહ અને તેના સાગરીત હસન ખાનની પણ પોલીસે ધરપકડ કરી છે. હોટલ અને બંગલા ખાતે રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળ્યાં બાદ પોલીસે અહીં દરોડાં પાડ્યા હતાં.