નવી દિલ્હી: પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નજર સિંહ માનશાહિયા આજે કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નજર સિંહ માનશાહિયાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી.


આ પહેલા નજર સિંહની આપના પૂર્વ ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરા સાથે જવાના રિપોર્ટ્સ હતા. સુખપાલ સિંહ ખૈરાએ આમ આદમી પાર્ટી પર પોતાની મૂળ વિચારધારા અને સિદ્ધાંતોને ભટકાવવાનો આરોપ લગાવી પાર્ટી છોડી દિધી હતી. ત્યારબાદ તેમણે પોતાની નવી પાર્ટી બનાવી હતી.