આની સાથે જ વિરાટ કોહલીની ટીમે આઇપીએલના ઇતિહાસમાં કોઇપણ મેચની છેલ્લી 2 ઓવરોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલા આ રેકોર્ડ ચાર ટીમોના નામે હતો. આ ચારેય ટીમોએ છેલ્લી બે ઓવરોમાં 45-45 રન બનાવેલા હતા. પણ હવે બેગ્લૉરે બુધવારે છેલ્લી બે ઓવરોમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 48 રન ઠોકીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
છેલ્લી 2 ઓવરમાં (19મી અને 20મી) સૌથી વધુ રન બનાવનારી આઇપીએલ ટીમો....
> 48-0 RCB v KXIP (બેગ્લુંરુ, 23 એપ્રિલ, 2019)
> 45-1 CSK v RCB (ચેન્નાઇ, 2012)
> 45-2 RCB v GL (બેગ્લુંરુ, 2016)
> 45-1 DD v RPS (પૂણે, 2017)
> 45-0 MI v CSK (મુંબઇ, 2019)