નવી દિલ્હી: દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા સત્તાધારી આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મિનિમમ ઇનકમ ગેરંટી વાળી યોજનાને એક જુમલો ગણાવ્યો છે.

આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડર પર એક કાર્ટૂન શેર કરીને લખ્યુ કે ‘જુમલાથી બચો’ આ કાર્ટૂનમાં 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનને પણ એક જુમલો ગણાવ્યું છે.


ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જાહેરા કરી છે કે કૉંગ્રેસ સત્તામાં આવશે તો 25 કરોડ ગરીબ લોકોને મિનિમમ ઈનકમ ગેરંટી આપવામાં આવશે. રાહુલ ગાંધીએ આપેલા વચન પ્રમાણે, આ યોજનાથી પાંચ કરોડ ગરીબ પરિવારને ફાયદો થશે અને 72 હજાર રૂપિયા વર્ષે તેઓને સહાય આપવામાં આવશે.

કોંગ્રેસે હંમેશા ગરીબોને છેતર્યા છે, કોંગ્રેસની ન્યાય સ્કીમ પર મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન, જુઓ વીડિયો