નવી દિલ્હી: હરિયાણાંમાં આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે સીટોની સમજૂતી થઇ ચુકી છે. ગોપાલ રાય અને દુષ્યંત ચૌટાલાએ પત્રકાર પરિષદ કરી તેની જાણકારી આપી હતી.


આમ આદમી પાર્ટી અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલી સમજૂતી મુજબ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી હરિયાણામાં 7 સીટો પર ચૂંટણી લડશે, જયારે આમ આદમી પાર્ટી 3 બેઠકો પર ચૂંટણી લડશે. હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે વાત નહીં બની શકી. અરવિંદ કેજરીવાલે સૌથી પહેલા કોંગ્રેસ, આપ અને જેજેપી વચ્ચે ગઠબંધનની વાત કહી હતી. તેમને કહ્યું હતું કે પીએમ મોદીને હરાવવા માટે તેમને એક થવું પડશે. તેમનું કહેવું હતું કે ગઠબંધન હરિયાણાની તમામ 10 સીટો જીતી શકે છે.

પીએમ મોદી પોતાના 15 મિત્રો માટે જ સરકાર ચલાવે છેઃ રાહુલ ગાંધી