Gautam Adani Voting: અદાણી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે ​​ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો. તેમણે ગુજરાતના અમદાવાદમાં તેમના વિસ્તારના મતદાન મથકમાં પોતાનો મત આપ્યો. લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમદાવાદમાં લાઈનમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો. ગૌતમ અદાણીએ પણ પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી.                                                                                                               

  


વોટ આપ્યા બાદ ગૌતમ અદાણીએ શું કહ્યું?


આજે મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે, બહાર આવીને મતદાન કરો. વોટિંગ આપ્યા બાદ તેમણે શું કહ્યું જાણીએ...






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું      


વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને તેમના વિસ્તારના મતદાન મથક પર મતદાન કર્યું હતું. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે  નારણપુરાથી  મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતું. અમિત શાહની સંસદીય બેઠક પણ ગાંધીનગર છે. ગૌતમ અદાણીની વાત કરીએ તો તેઓ આજે પરિવાર  સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને લાઇનમાં ઉભા રહીને સામાન્ય નાગિરકની જેમ મતદાન કર્યું હતું.


લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો આજે છે


લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા હેઠળ આજે મંગળવારે દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અહીં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.