રાહુલ ગાંધીના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસ્કૃતિ પર જે હુમલો થઈ રહ્યો છે તેની સામે અમે સંદેશ આપવાની કોશિશ કરી છે. વડાપ્રધાન મોદી કે સીએમ યોગી શું કહે છે તેના સાથે મારે કોઇ લેવા દેવા નથી. મારા માટે ખેડૂત અને બેરોજગારી બે મુદ્દા છે.
રાહુલ પહેલીવાર અમેઠીની સાથે અન્ય એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ કોંગ્રેસનો ગઢ છે. 2009માં અહીં કોંગ્રેસ ઉમેજવાર એમઆઇ શાનાવાસ 1.53 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા. 2014માં તેઓ ફરીથી અઅહીં જીત્યા હતા, પરંતુ જીતનું અંતર માત્ર 20 હજાર મત હતું.
વાયનાડ લોકસભા ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમ જિલ્લાની 3-3 વિધાનસભા સીટ તથા કોઝિકોડની એક વિધાનસભા સીટ સામેલ છે. આ ક્ષેત્રના કુલ 13 લાખ વોટરોમાંથી 56 ટકા મતદાતા મુસ્લિમ છે.
કોંગ્રેસે ગુજરાતની બાકીની બેઠકો પર કોને આપી ટિકિટ, જાણો વિગત
ખેડામાં કોંગ્રેસનો મોટો ફટકો, કાળુસિંહ ડાભીએ આપ્યું રાજીનામું, જાણો કોના કારણે ટિકિટ કપાઇ હોવાનો લગાવ્યો આરોપ
રૂપિયા બચાવવા માલ્યાનું નવું નાટક, કહ્યું- પાર્ટનર પાસેથી રૂપિયા લઈને......