Loksabha Election 2024 LIVE : સાબરકાંઠા બાદ હવે અમરેલીમાં ઉકળાતા ચરૂ જેવી સ્થિતિ, ઉમેદવારી માટે લોહિયાળ જંગ

. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 31 Mar 2024 03:06 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન...More

દિલ્લીમાં કૉંગ્રેસ CECની બેઠક, 7 બેઠકોના ઉમેદવારોને લઈને થશે મંથન

લોકસભાની બાકીની સાત બેઠકોના ઉમેદવારોને લઈને CECની બેઠકમાં મંથન થશે. સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠકને લઈને ગુંચવાયેલું  કોકડું ઉકેલવાના પ્રયાસ કરવામાં આવશે. સુરેન્દ્રનગરથી રાજેશ ગોહિલ, ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં  છે.સુરેન્દ્રનગરથી કૉંગ્રેસ મહિલા ઉમેદવારને પણ ટિકિટ  આપી શકે છે,સુરેન્દ્રનગરથી કલ્પના મકવાણાનું નામ પણ ચર્ચામાં  છે.રાજકોટથી પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાના પ્રયાસો યથાવત છે. ધાનાણી ઈન્કાર કરે તો હિતેષ વોરાને  ટિકિટ મળી શકે છે,જૂનાગઢથી હીરા જોટવા, જલ્પા ચુડાસમાનું નામ ચર્ચામાં છે. મહેસાણાથી આશાબેન ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે.