રાધનપુર બેઠક પર અલ્પેશની હાર થતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના ઘરની નજીક ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ, NSUI અને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ધવલસિંહ હાર થયા પછી મત ગણતરી કેન્દ્ર પરથી નીકળ્યા ત્યારે કોંગ્રેસે તેમનો હુરિયો બોલાવ્યો હતો. એવું જ અલ્પેશ ઠાકોર સાથે પણ બન્યું હતું.