UP: મહાગઠબંધનમાં ગાબડુ પાડવા પર ભડક્યા અખિલેશ, ટ્વીટ કરીને કહ્યું બીજેપી માટે નિષાદ 'ખોટનો સૌદો'
abpasmita.in | 05 Apr 2019 09:53 AM (IST)
ગોરખપુર લોકસભા બેઠક પેટાચૂંટણી જીતનારા પ્રવિણ નિષાદને બીજેપીમાં સામેલ કરી દીધા હતા, સાથે નિષાદ પાર્ટીનું બીજેપી સાથે ગઠબંધન થઇ ગયુ હતું
ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ મોટુ ગાબડુ પાડતા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર અહીં લોકસભા પેટાચૂંટણી જીતનારા પ્રવિણ નિષાદને બીજેપીમાં સામેલ કરી દીધા હતા, સાથે નિષાદ પાર્ટીનું બીજેપી સાથે ગઠબંધન થઇ ગયુ હતું. આના થોડાક કલાકો બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આને બીજેપી માટે 'ખોટનો સૌદો' કહ્યો હતો. આને લઇને અખિલેશ યાદવે ટ્વીટ કર્યુ હતુ અને કારણ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, નિષાદ પાર્ટી તાજેતરમાંજ સમાજવાદી પાર્ટીથી અલગ થઇ હતી. નોંધનીય છે કે, 2017માં સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથે ગોરખપુર લોકસભા બેઠક પરથી રાજીનામુ આપી દીધુ હતુ, ત્યારબાદ ગયા વર્ષે અહીં પેટાચૂંટણી યોજાઇ જેમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવિણ નિષાદ ઇતિહાસ રચતા જીત મેળવી હતી. તેમને બીજેપીના ઉપેન્દ્ર શુક્લાને હરાવ્યા હતા.