મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની દેશભક્તિ ફિલ્મોના કારણે બૉલીવુડમાં નવા ભારત કુમાર તરીકે જાણીતો થયો છે. પણ તાજેતરમાં જ જ્યારે મતદાન યોજાયુ ત્યારે તેના મત ના આપવાને લઇને અનેક સવાલો ઉભા થયા હતા. અક્ષય કુમારે લોકસભા ચૂંટણીમાં મત નથી આપ્યો જેને લઇને તેના પર લોકો દેશભક્તિનો ખોટો ઢોંગ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે.



તાજેતરમાં જ અક્ષય કુમાર તેના સાળા કરણ કાપડિયાની ડેબ્યૂ ફિલ્મ 'બ્લેન્ક'ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. અહીં એક પત્રકારે વૉટ ના આપવા અંગે સવાલ કર્યો હતો, જેને સાંભળીને અક્ષય સીધો જ ભાગવા લાગ્યો હતો.

એક પત્રકારે અક્ષય કુમારને પુછ્યુ કે, સોશ્યલ મીડિયા પર આજકાલ તમને ખુબ ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે કે તમે વૉટિંગ કરવા નથી ગયા? આના પર અક્કીએ ‘ચલિએ બેટે’ કહીને ચાલતી પકડી હતી.


કહેવાઇ રહ્યું છે કે, અક્ષય કુમારે કેનેડિયન નાગરિકતા લઇ રાખી છે, તે ફિલ્મોમાંથી રિટાયર થઇને ત્યાં વસવા જઇ શકે છે.