મુંબઇઃ આલિયા ભટ્ટ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'કલંક'ના પ્રમૉશનમાં બીઝી છે. તાજેતરમાંજ આલિયા પોતાના કો-એક્ટર્સ વરુણ ધવન, આદિત્ય રૉય કપૂર અને સોનાક્ષી સિન્હા સાથે એક મીડિયામાં પહોંચી હતી. અહીં તેને કેટલાક મોટા ખુલાસા કર્યો હતો.

અહીં પત્રકારે બધાને એક સવાલ કર્યો કે, લોકસભા ચૂંટણીમાં શું તમે મતદાન કરવો જશો?, જવાબમાં સોનાક્ષી સિન્હા અને વરુણ ધવને કહ્યું હા, અમે જરૂર મતદાન કરીશું અને આ જરૂરી પણ છે. જ્યારે સાથે બેસેલી આલિયા ભટ્ટે કહ્યું ના હું નહીં જઇ શકુ. ખરેખર, આલિયાએ કહ્યું કે હું મતદાન કરવા નથી જઇ શકતી, કેમકે તેની પાસે ઇન્ડિયાનો પાસપોર્ટ નથી.



આલિયા ભટ્ટની પાસે બ્રિટિશ પાસપોરટ્ છે, કેમકે આલિયા બ્રિટિશ નાગરિક છે. તેની મા સોની રાજદાનની પાસે પણ બ્રિટિશ નાગરિકતા છે. આલિયા પોતાનો મત ત્યારે આપી શકશે, જ્યારે તેની પાસે ઇન્ડિયન સિટિઝનશિપ મળે, અને તેને ઇન્ડિયન પાસપોર્ટ મળી જાય.