અમદાવાદ: કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડ હરકતમાં આવી છે. હાલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડ્યો છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવા માટે કોંગ્રેસ તરફથી એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ કોંગ્રેસે 7 વકીલની ટીમની મદદથી તૈયાર કર્યો છે.


બીજી બાજુ કોંગ્રેસે કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ મજબૂત લડાઈ આપવાનું મન બનાવી લીધું છે, જેની શક્યતાને જોતા 7 વકીલોની સલાહ લેવામાં આવી છે. હવે કોંગ્રેસના અમિત ચાવડાની છેલ્લી મંજૂરી મળતાં જ અલ્પેશ સામેના કારસાની કાર્યવાહી આરંભવામાં આવશે.

અલ્પેશ ઠાકોરે પાર્ટી વિરોધી પ્રવૃતિઓ કરતાં કોંગ્રેસ સહિત હાઈકમાન્ડ રોષે ભરાયું છે. બીજી બાજુ અલ્પેશે પણ કહી દીધું છે કે, મેં કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડ્યું નથી. જેથી ભવિષ્યમાં અલ્પેશ કોંગ્રેસને મોટું નુકસાન કરે તે પહેલા હાઈકમાન્ડ સાથે વાત કરીને ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવાનો નિર્ણય કરી દીધો છે.


જેના માટે ગુજરાત કોંગ્રેસે અલ્પેશના ધારાસભ્ય પદ છીનવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, જેમાં 7 વકીલોની ટીમે સાથે મળીને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કોર્ટની અંદર મજબૂત લડાઈને શક્યતાઓને જોતાં કોંગ્રેસ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી, જેથી તેમને 7 વકીલોની સલાહ લઈ એક મજબૂત ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતાં કોંગ્રેસ પોતાની કાર્યવાહી શરૂ કરશે.