બનારસઃ વડાપ્રધાન મોદીના હમશકલ અભિનંદન પાઠકને ચૂંટણી પંચે નોટિસ ફટકારી દીધી છે. અભિનંદન પાઠક વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે.


અભિનંદન પાઠકે લોકસભા ચૂંટણી 2019માં પોતાની કિસ્મત અજમાવી છે. લખનઉમાં તેમને રાજનાથ સિંહ સામે ઉમેદવારી નોંધાવી, આ દરમિયાન તેમને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હું અપક્ષ ઉમેદવાર છું. મારો નારો એક વૉટ-એક નૉટ છે.' બસ નિવેદનને લઇને અભિનંદન પાઠક ચૂંટણી પંચના શિકંજામાં આવી ગયો છે. તેને ચૂંટણી પંચ તરફથી નૉટિસ મળી છે.



નોંધનીય છે કે, પીએમ મોદીના હમશકલ અભિનંદન પાઠકે 2014માં લોકસભા ચૂંટણી માટે બીજેપીનો પ્રચાર કર્યો હતો, જોકે, આ વખતે તેને કોંગ્રેસ માટે પ્રચાર કર્યો છે.



અભિનંદન પાઠકે વધુમાં કહ્યું કે, 'હું બનારસથી (વારાણસી) પણ 26 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરીશ, હું ડમી કેન્ડિડેટ નથી, માત્ર ઝૂમલાઓની વિરુદ્ધ છું. ચૂંટણી જીત્યા બાદ હું રાહુલ ગાંધીને સમર્થન કરીશ.'