નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાય સમયથી એકસાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરાવવા અંગે ચર્ચા થઇ રહી છે. આ ચર્ચાને આગળ વધારવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા રાજકીય પક્ષોના પ્રમુખોની બેઠક બોલાવી છે.


પીએમ મોદી સાથેની ‘એક દેશ-એક ચૂંટણી’ની બેઠકમાં રાષ્ટ્રીય પાર્ટીઓ, પ્રાદેશિક પાર્ટીઓના અધ્યક્ષો સામેલ થવાના છે. આ બેઠક બુધવારે બપોરે 3 વાગે સંસદ ભવનની લાઇબ્રેરીમાં થશે. તૃણમુલ કોંગ્રેસની પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠકમાં આવવાનો ઇનકાર કરી દીધો છે.



ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ‘એક દેશ-એક ચૂંટણી’નો મુદ્દો પુરજોશમાં ઉઠ્યો હતો. હવે વડાપ્રધાન આ મુદ્દે આગળ પગલુ ભરી રહ્યાં છે. જોકે, બધા પક્ષો આ મુદ્દે એકમત નથી, રાહુલ ગાંધીના આવવા પર પણ સસ્પેન્સ છે.