ખાનગી હવામાન સંસ્થાના અહેવાલ અનુસાર, સિક્કિમના ગંગટોક તથા ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ પડ્યો છે. ઉત્તર આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. તો વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભેખડ ધસવાથી લઇને રોડ બેસી જવાની અનેક ઘટનાઓ નોંધાઇ છે. રસ્તો બ્લોક થઇ જતા અંદાજે 300 જેટલા મુસાફરો ફસાયા છે, જેઓને લાચેન પોલીસ મદદ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
એજન્સીના રિપોર્ટ પ્રમાણે આંધ્રપ્રદેશના તેલંગણા અને તામિલનાડુંમાં પણ ભારે વરસાદની આગાહી છે. કેરળના પશ્ચિમી તટીય ભાગ સહિત કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.