બેંગ્લોર પંજાબને મેચ જીતવા આપેલા 203ના લક્ષ્યાંક સામે પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 185 રન બનાવી શકતાં આરસીબીનો 17 રને વિજય થયો હતો. પંજાબ તરફથી લોકેશ રાહુલે 27 બોલમાં 42 અને નિકોલસ પૂરને 28 બોલમાં 46 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ઉમેશ યાદવે 3 અને નવદીપ સૈનીએ 2 વિકેટ ઝડપી હતી. ડિવિલિયર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


આ પહેલા મેચમાં પંજાબે ટૉસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ડિવિલિયર્સે 44 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે શમીની એક જ ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ સિક્સ મારી હતી. સ્ટોયનિસ 34 બોલમાં 46 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પાર્થિવ પટેલે 24 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. આરસીબીએ છેલ્લી બે ઓવરમાં જ 48 રન ફટકાર્યા હતા.


બંને ટીમો આ પ્રમાણે છે.