નવી દિલ્હીઃ કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે 8 રાજ્યોના 20 ઉમેદવારોની યાદી જારી કરી છે. તેમાં ગુજરાતની ગાંધીનગર સીટથી અમિત શાહ વિરૂદ્ધ સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ચાવડા ઉત્તર ગાંધીનગર સીટથી હાલ ધારાસભ્ય છે. જ્યારે જામનગર સીટથી હાર્દિક પટેલી જગ્યાએ મુળુભાઈ કંડોરિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમરેલીથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવે એવી અટકળો છે. જોકે પરેશ ધાનાણીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદ પૂર્વથી ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે.


કોંગ્રેસ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો જબરદસ્ત જ્ઞાતિગત ટક્કર જોવા મળે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ યાદી બાદ જામનગરમાં આહીર જ્ઞાતિના ભાજપના પૂનમ માડમ સામે દ્વારકા વિધાનસભા બેઠક ઉપરથી અગાઉ હારી ચૂકેલા ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને કોંગ્રેસ પક્ષે ઉતાર્યા છે. જયારે કોળી મતદારોથી પ્રભાવિત ઉમેદવારો ધરાવતી સુરેન્દ્રનગર બેઠક ઉપર કોંગ્રેસે જુના કોંગ્રેસી જોગી સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ભાજપના ડો.મહેન્દ્ર મુંજપરા સામે ઉતાર્યા છે.



અમરેલીમાં બે ટર્મથી સીટિંગ સાંસદ ભાજપના નારણ કાછડિયાની સામે કોંગ્રેસ દ્વારા પ્રમુખ પરેશ ધાનાણીને જ ઉતારી દીધા છે. આમ, અહીં પાટીદાર સામે પાટીદાર નેતાને જ ઉતારવામાં આવ્યા છે. રહી વાત, ગાંધીનગરની તો અહીં ડો. સી. જે. ચાવડા, જે ક્ષત્રિય મતદારો ઉપર પ્રભુત્વ ધરાવે છે તેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે મુકાબલો કરવો પડશે.

ઉપરાંત કોંગ્રેસે પંજાબના છ, ઝારખંડથી ત્રણ, ઓડિશા અને કર્ણાટકના બે બે અને હિમાચલ પ્રદેશ, ચંદીગઢ અને દાદરા નગર અને હવેલીથે એક એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે.