ભાગલપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બિહારમાં એક રેલીમાં મહાગઠબંધનને આડેહાથે લીધુ, કોંગ્રસ સહિત ગઠબંધન પર પીએમે નિશાન સાધતા કહ્યું કે 'મહામિલાવટી ગેન્ગ'ને ડર છે કે સત્તામાં મોદીની વાપસીથી ભ્રષ્ટાચાર અને વંશવાદની 'દુકાનો' બંધ થઇ જશે.
બિહારના ભાગલપુર જિલ્લામાં આયોજિત રેલીમાં પીએમે તીખા શબ્દોમાં વિપક્ષ પર આકારા પ્રહાર કર્યા, મોદીએ કહ્યું કે, ''તમે તમારા આ પ્રધાન સેવકને છેલ્લા પાંચ વર્ષમાં સેવાનો જે મોકો આપ્યો છે, જેનાથી અસંભવનને પણ સંભવ બનાવી દીધુ છે.''
મોદીએ કહ્યું કે, ગરીબો માટે પાકા મકાન, રસોઇ ગેસ કનેક્શન અને સ્વાસ્થ્ય વીમા માટે આયુષ્યમાન યોજના લાવ્યા. બિહારમાં ગામડે-ગામડે સુધી રસ્તાંઓ પહોંચાડવાનું બીડુ તમારા આ ચૌકીદારે ઉઠાવ્યુ છે.
વિપક્ષ ડરે છે, મોદીએ કહ્યું કે, મોદી જ્યારે ફરી એકવાર સત્તામાં આવી જશે તો આ મહામિલાવટ ગેન્ગ ટુકડા ટુકડામાં વહેંચાઇ જશે. બધાની ભ્રષ્ટાચારની દુકાનો બંધ થઇ જશે.
મોદી સરકાર ફરીથી આવશે તો આ 'મહામિલાવટ ગેન્ગ'ના ટુકડા થઇ જશેઃ બિહારમાં પીએમ મોદી
abpasmita.in
Updated at:
11 Apr 2019 02:56 PM (IST)
મોદીએ કહ્યું કે, ગરીબો માટે પાકા મકાન, રસોઇ ગેસ કનેક્શન અને સ્વાસ્થ્ય વીમા માટે આયુષ્યમાન યોજના લાવ્યા. બિહારમાં ગામડે-ગામડે સુધી રસ્તાંઓ પહોંચાડવાનું બીડુ તમારા આ ચૌકીદારે ઉઠાવ્યુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -