નવી દિલ્હીઃ 600 કલાકારોએ ભાજપને વોટ ન આપવાની અપીલ કર્યા બાદ હવે 900 કલાકારોએ લોકોને અપીલ કરી છે કે તે મોદી સરકારને સત્તામાં ફરી લાવે. શંકર મહાદેવન, વિવેક ઓબરોય, રીતા ગાંગુલી અને પંડિત જસરાજ સહિત 900 કલાકારોએ એક નિવેદન જારી કરીને લોકોને કહ્યું કે, દેશને મજબૂત સરકારની જરૂરત છે, ન કે મજબૂર સરકારની.




કલાકારોએ લોકોને કોઇ પણ દબાણ કે પૂર્વગ્રહ વગર વોટ આપવા અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર રહે એ સમયની જરૂરીયાત છે. આપણી સામે જ્યારે આતંકવાદ જેવા પડકાર હોય ત્યારે આપણને એક મજબૂત સરકારની જરૂર છે. મજબૂર સરકારની નહીં. તેથી હાલમાં જે સરકાર છે તે રહેવી જોઇએ.

સંયુક્ત નિવેદન જાહેર કરવામા શંકર મહાદેવન, ત્રિલોકી નાથ મિશ્રા, કોયના મિત્રા, અનુરાધા પૌંડવાલ અને હંસરાજ હંસ પણ શામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગત પાંચ વર્ષમાં ભારતમાં એવી સરકાર છે જેણે ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ માટે તત્પર છે.