નવી દિલ્હી:  આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગઠબંધન માટે અપીલ કરી છે. કેજરીવાલે આ વખતે દિલ્હીમાં નહીં પરંતુ હરિયાણા માટે ગઠબંધન કરવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દેશના લોકો અમિત શાહ અને મોદીની જોડીને હરાવવા માંગે છે. જો હરિયાણામાં જેજેપી, આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે તો હરિયાણાની તમામ બેઠક પર બીજેપીની હાર થશે. અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીને આ દિશામાં વિચારવાનું જણાવ્યું છે.


નોંધનીય છે કે આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, કોંગ્રેસે ગઠબંધન માટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અહંકારી બની ગઈ છે. જો તેમનું આવું જ વલણ રહેશે તો તેમના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે.


આ પહેલા દિલ્હીમાં કોંગ્રેસ સાથે અઠબંધન અંગે તેમણે કહ્યુ હતુ કે, મીડિયામાં કોંગ્રેસ તરફથી ગઠબંધનની સતત જાણકારી સામે આવી રહી છે. અમારો આંતરિક સર્વે કહે છે કે પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગણી સાથે અમે કોંગ્રેસના સાથ વગર જ તમામ બેઠક જીતી રહ્યા છીએ. આ સાથે જ તેમણે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ અમે જ્યારે પૂછ્યુ કે બીજેપીને ફાયદો થશે કે નુકસાન? 56 ટકા લોકોનું કહેવું હતું કે નુકસાન થશે. અમે કહી રહ્યા છીએ કે ચૂંટણી પહેલા કંઇક જરૂર કરાવશે.

ચૂંટણી નજીક આવતા જ પીએમ મોદીએ મન કી બાત બ્લૉગમાં લખી, નેતાઓ અને મતદારોને આપી સલાહ